પોલીસ કમિશનર, રાજકોટ
http://www.cprajkot.gujarat.gov.in

પાકિસ્તાની નાગરિકોના રોકાણનું એક્સટેન્શન

7/1/2022 3:12:30 AM

પ્રવાસીના રોકાણનું એક્સ્ટેન્શન

એન.આર.આઈ/ફોરેનર્સ નાગરીક ભારતીય વિઝા લંબાવવા ઈચ્છતા હોય તેમણેhttp://indianfrro.gov.in/frro  યુ.આર.એલ. ઉપર લોગીન થઇ તેમાં જણાવેલ માર્ગદર્શન મુજબ અનુસરવાનું રહેશે. આ કાર્યવાહી માટે કેન્દ્ર સરકારની સુચના મુજબની વિઝા ફી FRRO અમદાવાદના જણાવ્યા મુજબ ઓનલાઇન રીકવેસ્ટ મોકલવામાં આવે ત્યારે ભરવાની રહે છે. વધુમાં વધુ એક વર્ષની વિઝા માટે અરજી કરવાની રહેશે. ઓનલાઇન વિઝા વધારવાની પ્રક્રિયામાં મોડા પડનાર અરજ્દાર માટે FRRO અમદાવાદના જણાવ્યા મુજબ દંડાત્ત્મક રકમ વસુલ લેવાનું ઠેરવેલ છે.સાથે અરજ્દાર આ માટે આ પ્રક્રિયામાં મોડા પડેલ છે તેને ખુલાસા પત્ર પણ આપવાનો રહેશે.

 

 

રેટિંગ:

એન.આર.આઈ/ફોરેનર્સ નાગરીક ભારતીય વિઝા લંબાવવા ઈચ્છતા હોય તો તેમણે http://indianfrro.gov.in/frro  યુ.આર.એલ. ઉપર લોગીન થઇ તેમાં જણાવેલ માર્ગદર્શન મુજબ અનુસરવાનું રહેશે. આ કાર્યવાહી માટે કેન્દ્ર સરકારે નીચે મુજ્બની વિઝા ફી નકકી કરેલ છે.(જેમાં કેન્દ્ર સરકારશ્રીની સૂચના મુજ્બ ફેરફાર ને અવકાશ છે.) વધુમાં વધુ એક વર્ષની વિઝા માટે અરજી કરવાની રહેશે.

જનરલ માર્ગદર્શીકા

 • એગ્રેજીમાં FRRO અમદાવાદને સબોધીત વીનંતી પત્ર.
 • અંડરટેકીંગ (ભલામણ પત્ર)
 • એક વ્‍હાઈટ બે્રકગ્રાઉન્‍ડ પાસપોર્ટ સાઈઝનો ફોટો.
 • રહેઠાણના પુરાવા.
 • પાસપોર્ટ-વિઝા તથા ભારતમાં આવ્‍યા અંગેના પાનાની પાસપોર્ટની વાંચી શકાય તેવી કલર કોપી
 • નાના બાળકો હોયતો માતાપિતાના પાસપોર્ટની કોપી-જન્‍મનો દાખલો-માતાપિતાના લગ્ન સર્ટિફિકેટ.
 • વિદેશી વિદ્યાર્થીઓ માટે અભ્‍યાસનું બોનાફાઈડ સર્ટિફિકેટ -ફાઈનાન્‍સીયલ પેપર્સ.
 • ભારતીય નાગરીક સાથે લગ્ન કરેલ હોયતો મેરેજ સર્ટિફિકેટ- તથા પતિના ભારતીય પાસપોર્ટ ની નકલ.
 • એમપ્‍લોયમેંટ/બિઝનેશ વિઝા હોલ્‍ડર્સ વિદેશી નાગરીકોએ તેઓના કંપનીના કોન્‍ટ્રેકટ – ઈન્‍કમટેક્ષ રીટર્નની નકલ-કંપની આરઓસી.
 • મૂળ ભારતીય નાગરીક અંગેના પુરાવા જેવા કે બર્થ સર્ટિફિકેટ-માતાપિતાના પાસપોર્ટની નકલ તથા તેઓના મેરેજ સર્ટિફિકેટની નકલ.
 • ઉપરોક્ત ડોક્યુમેન્ટ ઓનલાઇન અપલોડ કરવાના રહે છે.

 

લોંગ ટર્મ વિઝા એક્ષટેન્સન

પાકિસ્તાની નાગરીકો ભારત દેશમાં અને ગુજરાત રાજયમાં મુલાકાતે આવે છે. તેમને ભારતીય દુતાવાસ પાકિસ્તાનમાંથી 30, 45, અને 90 દિવસના ટુંકી મુદતના વિઝા આપવામાં આવતા હોય છે. આ નાગરીકો મુખ્યત્વે મુંબઈ એર ચેક પોસ્ટ, અટારી અને મુનાબાઓ રેલ ચેક પોસ્ટ  મારફતે ભારતમાં પ્રવેશીને તેમના સંબધીને ત્યા આવતા હોય છે. જેથી પાકિસ્તાની નાગરીકોને નીચે મુજબના નિયમો અને હકકો આપવામાં આવેલા છે.

પાકિસ્તાની નાગરીકો તેમના વિઝીટના સ્થળે આવીને પ્રથમ નજીકના પોલીસ સ્ટેશને આવ્યા ની જાણ કરવાની હોય છે. અને ત્યારબાદ ર૪ કલાકની અંદર જે તે જીલ્લાના ફોરેનર્સ રજીસ્ટ્રેશન ઓફીસર તથા પોલીસ અધિક્ષકશ્રીની કચેરીએ વિદેશી નાગરીક તરીકે રજીસ્ટર થવાનુ હોય છે. જયારે રજીસ્ટર થવા જાય ત્યારે પોતાની સાથે નીચે મુજબ વિગતો /દસ્તાવેજો લાવવાના હોય છે.(1) પોતાનો અસલ પાસપોર્ટ તથા તેની એક નકલ, (2) ચેક પોસ્ટ ઉપરથી ઈસ્યુ થયેલ રેસીડેન્ટ પરમીટ તથા તેની એક નકલ (3) પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ તથા જે વ્યકિતના ત્યા રોકાયેલ હોય તેના ફોટોઆઇડીની નકલ સાથે પાકિસ્તાની નાગરીકે રૂબરૂ આવવાનુ રહે છે.

પાકિસ્તાની નાગરીકનું ફોરેનર્સ રજીસ્ટ્રેશન ઓફીસરની કચેરીએ રજીસ્ટ્રેશન કરી તેને રેસીડેન્ટ પરમીટ આપવામાં આવે છે. જે પરમીટમાં તેમના મુલાકાતના સ્થળો તથા કેટલો સમય ભારતમાં રહેવાનુ હોય છે, તે દર્શાવવામાં આવેલ હોય છે. જો નાગરીક તેનો ભંગ કરે તો તેના વિરૂઘ્ધમાં ફોરેનર્સ એકટ હેઠળ કાયદેસર કાર્યવાહી થઈ શકે છે. તેમજ તેને પાકિસ્તાન પરત મોકલી શકાય છે.

પાકિસ્તાની નાગરીકે જયારે નજીકના થાણામાં જાણ કરે ત્યારે તેમજ ફોરેનર્સ રજીસ્ટ્રેશન ઓફીસરશ્રીની કચેરીએ રજીસ્ટર થવા જાય ત્યારે કોઈ ફી ચૂકવવાની રહેતી નથી. આ કામગીરી વિના મુલ્યે કરવામાં આવે છે.

પાકિસ્તાની નાગરીક જયારે પોતાના મુલાકાતના સ્થળેથી બીજા સ્થળે જાય અથવા પરત પાકિસ્તાન જાય ત્યારે તેણે નજીકના થાણામાં જાણ કરવાની હોય છે. અને પોતાને આપેલ રેસીડેન્ટ પરમીટ ઉપર તેની નોંધ કરાવવાની હોય છે.

પાકિસ્તાની નાગરીક ભારતમા ટુંકી મુદતના રોકાણ માટેની સગવડો પાકિસ્તાની નાગરીક ભારતમાં આવ્યા પછી નીચે મુજબના કોઈ પ્રસંગો ઉભા થાય તો તે વધુ મુદત રહેવા માટેની અરજી ફોરેનર્સ રજીસ્ટ્રેશન ઓફીસરશ્રીની કચેરીએ આપી શકે જેમા઼.

ગંભીર પ્રકારની બિમારી હોય અને મુસાફરી થઈ શકે તેમ ન હોય.

કોઈ અંગત સંબધીનુ મરણ થયેલ હોય.

ઉપરોકત સંજોગોમાં પાકિસ્તાની નાગરીક વધુ મુદત રહેવાની અરજી આપે તો તે અંગેના પુરાવા સાથે અરજી કરવાની હોય છે. બિમારીના સંજોગોમાં સરકારી દવાખાનાનુ નિયત નમુના મુજબનુ અને સક્ષમ અધિકારીશ્રીનુ સર્ટી રજુ કરવાનુ રહે છે. જયારે મરણ અને લગ્નમાં જરૂરી દસ્તાવેજો તથા જે તે સંબધીની એફીડેવીટ રજુ કરવાની હોય છે. અરજી કર્યા બાદ તેની ચકાસણી જે તે થાણા અમલદારો ઘ્વારા કર્યા પછી ગુજરાત સરકારના ગૃહ વિભાગના ફોરેનર્સ વિભાગને મોકલવામાં આવે છે. આ અરજી માટે અરજદારે કોઈ પણ પ્રકારની ફી આપવાની હોતી નથી.

પાકીસ્તાન નાગરીક ભારતમાં લાંબી મુદતના રોકાણ બાબત :- પાકીસ્તાની નાગરિક ભારતમાં આવ્યા પછી નીચે મુજબના કારણો, અનિવાર્ય સંજોગોમાં લાંબી મુદત LTV માટેની અરજી કરી શક્શે.

 • પાકીસ્તાની મહીલાએ ભારતીય નાગરિક સાથે લગ્ન કરેલ હોય.
 • જે પાકીસ્તાની નાગરીકો પાકીસ્તાનમાં લઘુમતી તરીકે છે તેવા હિન્દુ, ખ્રિસ્તી, શીખ વગેરે નાગરીકો કાયમી વસવાટ માટે.
 • જે ભારતીય મહિલાએ પાકીસ્તાની નાગરિક સાથે લગ્ન કરેલા હોય અને તેના પતિનું મરણ થતા વિધવા બની હોય અન જો તે ફરીથી પોતાના માતા-પિતા સાથે રહેવા માંગતી હોય.

        પાકિસ્તાની નાગરિકો ભારતમાં આવ્યા પછી અત્રેની કચેરી ખાતે રજીસ્ટ્રેશન કરાવીને જો અત્રે ભારતમાં કાયમી રહેવા માંગતા હોય તો તેઓના STV (SHORT TERM VISA) વિઝા પુરા થયાના પહેલાં LTV (LONG TERM VISA) માટે http://indianfrro.gov.in/frro URL પર લોગીન થઇ LTV SERVICE  માં ઓનલાઇન અરજી કરવાની રહેશે. જે ઓનલાઇન અરજીની નકલ તથા અન્ય જરૂરી દસ્તાવેજો સાથે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આ અરજી સબમીટ કરવાની રહેશે. બાદ સ્થાનિક પોલીસ ઇન્સ્પેકટરશ્રી નાઓના અભિપ્રાય સાથે પ્રકરણ અત્રેની કચેરી ખાતે આવે છે ત્યાર બાદ કરેલ ઓનલાઇન પ્રકરણનું વેરીફીકેશન કરી તમામ ડોક્યુમેન્ટ વેરીફાઇ કરવામાં આવે છે અને અધિક પોલીસ કમિશ્નરશ્રી વિશેષ શાખા નાઓના હુકમ મુજબ પ્રકરણ ઓનલાઇન એમ.એચ.એ. ન્યુ દિલ્હી તથા ગ્રુહ વિભાગ ગાંધીનગર નાઓને મોકલવામાં આવે છે. L.T.V. Service (LONG TERM VISA)માટે એક વર્ષ માટ વ્યક્તિ દીઠ ફી રુ.૧૦૦/- છે.

LTV/LTV EXTENTION માટે નીચે જણાવેલ મુજબ દસ્તાવેજો રજુ કરવાના રહે છે :

 • અરજી (Application)
 • LTV/LTV EXTETION સર્વીસ ઓનલાઇન ફોર્મ
 • ‘બી’ ફોર્મ
 • ‘સી’ ફોર્મ
 • ગેરેન્ટર બોન્ડ
 • ગેરેન્ટર આઇ.ડી.
 • વેલીડ પાસપોર્ટ
 • વિઝા સ્ટીકર
 • આર.પી. (Residential Permit)
 • રહેઠાણનો પુરાવો (Residenc proof)

            પાકિસ્તાન નાગરીકો જે L.T.V. વિઝા પર નિવાસ કરતા હોય તેવા નાગરીકો સતત સાત વર્ષ થી વધારે કન્ટીન્યુ ભારતમાં એલટીવી ઉપર વસવાટ કર્યા બાદ જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી, કલેક્ટરશ્રીની કચેરી, અમદવાદ શહેર નાઓને ભારતીય નાગરીકતા મેળવવા અરજી કરી શકે છે. જે અરજી કલેક્ટરશ્રીની કચેરી ધ્વારા વેરીફીકેશન અર્થે અત્રેની કચેરી ખાતે આવે છે જે બાદ તે અરજી આધારે પાકિસ્તાન નાગરિક જે તે સરનામા પર એલટીવી ઉપર વસવાટ કરતા હોય તે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટરશ્રીનો પાકીસ્તાન નાગરીકને નાગરીકતા આપવા બાબતેનો અભિપ્રાય મંગાવવામાં આવે છે જે અભિપ્રાય આધારે પ્રકરણ અધિક પોલીસ કમિશ્નરશ્રી વિશેષ શાખા નાઓના હુકમથી જીલ્લા મેજીસ્ટ્ઇન્ટેલીજન્સ બ્યુરો ગુજરાત સરકાર નાઓને પાઠવવામાં આવે છે.

                જે પાકિસ્તાની નાગરીકો L.T.V. વિઝા પર નિવાસ કરતા હોય તેવા નાગરીકો વર્ષમાં એક વખત રીટર્ન વિઝા ઓનલાઇન સર્વીસ રહેઠાણ વિસ્તારના પો.સ્ટે.માં અરજી આપે છે. જે અરજી સ્થાનિક પો.સ્ટે.ના પો.ઇન્સપેક્ટર વતી જેઓની તપાસ કરી, અભિપ્રાય આવેથી જેઓને ૯૦ દિવસ સુધીના રીટર્ન વિઝા અત્રેની કચેરીથી એફ.આર.ઓ.શ્રી નાઓ દ્વારા મંજુર કરવામાં આવે છે.