પોલીસ કમિશનર, રાજકોટ
http://www.cprajkot.gujarat.gov.in

હથિયાર ૫રવાના

11/29/2021 2:48:31 AM
 

હથિયાર ૫રવાના

 

જાહેર પ્રજાજન પોતાની સલામતી અને માલ-મિલકતનાં રક્ષણ માટે રિવોલ્‍વર, પિસ્‍તોલ કે રાઇફલ જેવું હથિયાર ધારણ કરવા ઈચ્છા ધરાવે ત્યારે હથિયાર ધારણ કરતાં ૫હેલા આર્મ્સ એક્ટ ૧૯૫૯ તથા આર્મ્સ રૂલ્સ ૧૯૬૨ એમેડમેન્ટ (સુધારો) ની જોગવાઈ અનુસાર અરજદાર નાગરિકે હથિયાર ૫રવાનો મેળવવાનો રહે છે. કોઈ નાગરિક હથિયાર ૫રવાનો ધરાવતા હોય તો નિયત સમયાંતરે ૫રવાનો તાજો કરાવવાનો રહે છે. ઉ૫રના ફકરામાં દર્શાવ્યા અનુસાર હથિયાર ૫રવાનો મેળવવા માટે ૫ણ આર્મ્સ એક્ટ અને આર્મ્સ રૂલ્સમાં કરવામાં આવેલ જોગવાઈ અનુસાર કાર્યવાહી કરવાની રહે છે.

લાઇસન્‍સ શાખામાં થતી હથિયાર પરવાના સંબધીત કામગીરીનું પત્રક

૧.    રિવોલ્‍વર/પિસ્‍તોલ/રાઇફલ/લાઇસન્‍સ : શસ્‍ત્ર લાઇસન્‍સ માટેની અરજીનુ નીયત નમુના મુજબનુ ફોર્મ છે hyperlink of form). અરજદારશ્રીએ તે ભરી તેમ જ ભરવાની થતી ફી રુ ૧૦૦/- (સો રુપીયા પુરા) (ચલણ ૦૦૫૫ પોલીસ સદર) થી SBI laldarwaja ખાતે ભરી ભરેલ ચલણ ની નકલ સાથે ફોર્મ જે તે પોલીસ સ્ટેશન ખાતે જમા કારાવવાનુ હોય છે. ત્‍યાર બાદ અરજદારશ્રીના રહેઠાણના પોલીસ સ્‍ટેશનથી સદરહું બાબતે અભિપ્રાય સાથે  મદદનીશ પોલીસ કમિશનરશ્રી તેમજ નાયબ પોલીસ કમિશનરશ્રી ના અભિપ્રાય સાથે આવ્‍યા બાદ પોલીસ કમિશનરશ્રીના આદેશ અનુસાર લાઇસન્‍સ અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.

  શસ્‍ત્ર લાઇસન્‍સ પરવાના ની અરજી પોલીસ કમિશનરશ્રી દ્વારા નામંજૂર કરવામાં આવે તેવા કિસ્સામાં અરજદારશ્રીને તે બાબત ની જાંણ સાથે તેઓને અધિક મુખ્ય સચિવશ્રી ગૃહ વિભાગ સચિવાલય ગાંધીનગર સમક્ષ ૧ માસની અંદર અપીલ અરજી રુપીયા ૧૦૦૦/-(એક હજાર રુપીયા પુરા) (ચલણ ૦૦૫૫ પોલીસ સદર)ચલણથી ભરીને કરી શકશે તે બાબતે ની જાણ કરવામાં આવે છે.

 રિવોલ્વર/પિસ્તોલ/રાયફલનો પરવાનો મંજુર કરવામાં આવે ત્યારે રુપીયા ૧૦૦૦/- (એક હજાર રુપીયા પુરા) (ચલણ ૦૦૫૫ પોલીસ સદર)ચલણથી ભરાવીને નવો પરવાનો ઇસ્યુ કરવામાં આવે છે.

ર.    ગન લાઇસન્‍સ : શસ્‍ત્ર લાઇસન્‍સ માટેની અરજીનુ નીયત નમુના મુજબનુ ફોર્મ છે hyperlink of form). અરજદારશ્રીએ તે ભરી તેમ જ ભરવાની થતી ફી રુ ૧૦૦/- (સો રુપીયા પુરા) (ચલણ ૦૦૫૫ પોલીસ સદર) ચલણ થી SBI laldarwaja ખાતે ભરી ભરેલ ચલણ ની નકલ સાથે ફોર્મ જે તે પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવવાનુ હોય છે. ત્‍યાર બાદ અરજદારશ્રીના રહેઠાણના પોલીસ સ્‍ટેશનથી સદરહું બાબતે અભિપ્રાય સાથે  મદદનીશ પોલીસ કમિશનરશ્રી તેમજ નાયબ પોલીસ કમિશનરશ્રી ના અભિપ્રાય સાથે આવ્‍યા બાદ સંયુક્ત/અધિક પોલીસ કમિશનરશ્રી ટ્રાફિક શાખાના કે જેઓ લાયસંસ શાખાના સુપરવાયઝરી અધિકારી પણ છે આદેશ અનુસાર લાઇસન્‍સ અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.

 શસ્‍ત્ર લાઇસન્‍સ પરવાના ની અરજી સંયુક્ત/અધિક પોલીસ કમિશનરશ્રી ટ્રાફિક શાખા કે જેઓ લાયસંસ શાખાના સુપરવાયઝરી અધિકારી પણ છે દ્વારા નામંજૂર કરવામાં આવે તેવા કિસ્સામાં અરજદારશ્રીને તે બાબત ની જાંણ સાથે તેઓને અધિક મખ્ય સચિવશ્રી ગૃહ વિભાગ સચિવાલય ગાંધીનગર સમક્ષ ૧ માસની અંદર અપીલ અરજી રુપીયા ૧૦૦૦/- (એક હજાર રુપીયા પુરા) (ચલણ ૦૦૫૫ પોલીસ સદર)ચલણથી ભરીને કરી શકશે તે બાબતે ની જાણ કરવામાં આવે છે.

ગનનો પરવાનો મંજુર કરવામાં આવે ત્યારે રુપીયા ૧૦૦૦/- (એક હજાર રુપીયા પુરા) (ચલણ ૦૦૫૫ પોલીસ સદર) ચલણથી ભરાવીને નવો પરવાનો ઇસ્યુ કરવામાં આવે છે.

૩. એરગન, એર રાયફલ, ફાયર આર્મ્સ રેપ્લીકા, ઇલેક્ટ્રોનીક ડીસએબ્લીગ ડિવાઇઝ, પેઇટ બોલ, માકર્સ ગન, બ્લેન્ક ફાયરીંગ ફાયર આર્મ્સ, મઝલ લોડીંગ (ML) ગન : શસ્‍ત્ર લાઇસન્‍સ માટેની અરજીનુ નીયત નમુના મુજબનુ ફોર્મ છે hyperlink of form). અરજદારશ્રીએ તે ભરી તેમ જ ભરવાની થતી ફી રુ ૧૦૦/- (સો રુપીયા પુરા) (ચલણ ૦૦૫૫ પોલીસ સદર) ચલણ થી SBI laldarwaja ખાતે ભરી ભરેલ ચલણ ની નકલ સાથે ફોર્મ જે તે પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવવાનુ હોય છે. ત્‍યાર બાદ અરજદારશ્રીના રહેઠાણના પોલીસ સ્‍ટેશનથી સદરહું બાબતે અભિપ્રાય સાથે  મદદનીશ પોલીસ કમિશનરશ્રી તેમજ નાયબ પોલીસ કમિશનરશ્રી ના અભિપ્રાય સાથે આવ્‍યા બાદ સંયુક્ત/અધિક પોલીસ કમિશનરશ્રી ટ્રાફિક શાખાના કે જેઓ લાયસંસ શાખાના સુપરવાયઝરી અધિકારી પણ છે આદેશ અનુસાર લાઇસન્‍સ અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.

 શસ્‍ત્ર લાઇસન્‍સ પરવાના ની અરજી સંયુક્ત/અધિક પોલીસ કમિશનરશ્રી ટ્રાફિક શાખા કે જેઓ લાયસંસ શાખાના સુપરવાયઝરી અધિકારી પણ છે દ્વારા નામંજૂર કરવામાં આવે તેવા કિસ્સામાં અરજદારશ્રીને તે બાબત ની જાંણ સાથે તેઓને અધિક મખ્ય સચિવશ્રી ગૃહ વિભાગ સચિવાલય ગાંધીનગર સમક્ષ ૧ માસની અંદર અપીલ અરજી રુપીયા ૧૦૦૦/- (એક હજાર રુપીયા પુરા) (ચલણ ૦૦૫૫ પોલીસ સદર)ચલણથી ભરીને કરી શકશે તે બાબતે ની જાણ કરવામાં આવે છે.

ગનનો પરવાનો મંજુર કરવામાં આવે ત્યારે રુપીયા ૧૦૦૦/- (એક હજાર રુપીયા પુરા) (ચલણ ૦૦૫૫ પોલીસ સદર) ચલણથી ભરાવીને નવો પરવાનો ઇસ્યુ કરવામાં આવે છે.

૪.   હથિયાર વર્ણનના કેસનું વેરિફિકેશન : લાઇસન્‍સદાર માન્‍ય ડીલર પાસેથી હથિયાર લાવે અથવા માન્‍ય લાઇસન્‍સદાર પાસેથી હથિયાર લાવે ત્‍યારે આ હથિયાર ડીલર અથવા લાઇસન્‍સદારે કયાંથી ખરીદ કરેલ છે તેનું વેરિફિકેશન મંગાવવામાં આવે છે. જે આવ્‍યા બાદ પરવાનામાં હથિયાર વર્ણન દાખલ કરવામાં આવે છે.હથિયાર વર્ણન દાખલ કરવાની ફિ રુ ૫૦૦/- (પાચસૌ પુરા) (ચલણ ૦૦૫૫ પોલીસ સદર) ચલણથી ભરાવવામાં આવે છે.

૫.    હથિયાર પરવાના રિન્‍યૂ : લાઇસન્‍સ રિન્‍યૂ અંગેની મુદ્દત પૂર્ણ થયેથી સંબંધિત પોલીસ સ્‍ટેશન ખાતે રિન્‍યૂ અંગે નુ ફોર્મ ભરી જરૂરી દસ્તાવેજો, અધ્યતન ફોટા સાથે તે અંગે ની અરજી કરવાની રહે છે. બાદ સંબંધિત પોલીસ સ્‍ટેશનથી આ અંગે અભિપ્રાય તેમ જ હથિયાર પ્રમાણપત્ર (લાઇસન્‍સમાં દાખલ થયેલ છે તેજ હથિયાર છે કે નહી) તેમ જ રિવોલ્‍વર/પિસ્‍તોલ/રાયફલ/ગન  એરગન, એર રાયફલ, ફાયર આર્મ્સ રેપ્લીકા, ઇલેક્ટ્રોનીક ડીસએબ્લીગ ડિવાઇઝ, પેઇટ બોલ, માકર્સ ગન, બ્લેન્ક ફાયરીંગ ફાયર આર્મ્સ, મઝલ લોડીંગ (ML) ગન ચલણથી ફી રૂ.૧૫૦૦/- (ત્રણ વર્ષ માટે) (ચલણ ૦૦૫૫ પોલીસ સદર) ભરાવી સદરહુ વિગત મગાવવામાં આવે છે. ત્‍યાર બાદ પરવાનો નિયમ અનુસાર રિન્‍યૂ કરવામાં આવે. છે.

૬.   હથિયાર ખરીદ મુદ્દત : લાઇસન્સદારે જણાવેલ કારણો વાજબી લાગે ત્યારે હથિયાર ખરીદ મુદ્દત વધુ ૩ માસ અથવા પરવાનો વેલીડ હોય ત્‍યાં સુધીની ખરીદ મુદ્દત આપવામાં આવે છે પરંતુ આ સમયમર્યાદામાં હથિયાર નહીં ખરીદ કરે તો પરવાનેદારને કારણ દર્શક નોટીસ આપવામાં આવે છે. અને જવાબમાં દર્શાવેલ કારણો વ્યાજબી ન જણાય તો આર્મ્‍સ રૂલ્‍સ મુજબ પરવાનો રદ કરવામાં આવે છે.

૭.  હથિયાર પરવાના એન.ઓ.સી.: લાઇસન્‍સદાર જ્યારે પરવાનામાં દર્શાવેલ હદ વિસ્‍તારની બહાર જેમ કે એસ.એ.એફ.કાનપુર, કોલકત્તાથી હથિયાર લેવા જાય ત્‍યારે એન.ઓ.સી. આપવામાં આવે છે.જેના ફિના રુ ૫૦૦/- (પાચસૌ પુરા) (ચલણ ૦૦૫૫ પોલીસ સદર) ચલણથી વસુલ કરવામાં આવે છે.

૮.   હથિયાર પરવાના જર્ની પરમિટ (check whether still procedure exists or remove it)

હથિયાર પરવાનામાં દર્શાવેલ હદ વિસ્‍તારની બહાર પરવાનેદાર હથિયાર સાથે લઇ જવા માગે ત્‍યારે જર્ની પરમિટ આપવામાં આવે છે. જર્ની પરમિટ ૧ માસની આપવામાં આવે છે. તેમ જ ચલણ ફી રૂ.૫૦૦/- (પાચસૌ રુપીયા પુરા) (ચલણ ૦૦૫૫ પોલીસ સદર) ભરવામાં આવે છે.

૯.  હદ વિસ્‍તાર વધારવાની દરખાસ્‍ત ઓલ ઇન્ડિયા માટે કે જે સરકારશ્રીને મોકલાય છે.

Get new guidelines for all india from mha website and license branch

લાઇસન્‍સ જ્યારે સમગ્ર ભારત હદ વિસ્‍તારની અરજી અન્‍વયે પોલીસ ઇન્‍સ્‍પેક્ટર મદદનીશ પોલીસ કમિશનરશ્રી તેમજ નાયબ પોલીસ પોલીસ કમિશનરશ્રીનો અભિપ્રાય આવે ત્‍યાર બાદ પોલીસ કમિશનરશ્રીના અભિપ્રાય હાં અથવા ના સાથે અરજી સરકારશ્રીમાં મોકલવામાં આવે છે

 

૧૦. રિટેનરના નામ અંગે : હથિયાર પરવાનેદારશ્રી પરવાનામાં રીટેનર તરીકે તેમના પુત્રશ્રી અથવા પત્‍ની તેમ જ સંબંધિત વ્‍યક્તિ કે જેઓની ઉંમર ર૧ વર્ષ હોય તેઓનું નામ દાખલ કરવા સારૂ તે અંગે નુ ફોર્મ ભરી જરૂરી દસ્તાવેજો, અધ્યતન ફોટા સાથે તે અંગે ની અરજી સાથે વિનંતી કરે ત્‍યારે અરજદારશ્રીના રહેઠાણના પોલીસ સ્‍ટેશનથી સદરહું બાબતે અભિપ્રાય સાથે  મદદનીશ પોલીસ કમિશનરશ્રી તેમજ નાયબ પોલીસ કમિશનરશ્રી ના અભિપ્રાય સાથે આવ્‍યા બાદ માન્‍ય અધિકારીશ્રીના આદેશ અનુસાર રિટેનર અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.રીટેનરનુ નામ દાખલ કરવા અંગે રુ ૫૦૦/- (પાચસૌ રુપીયા પુરા) (ચલણ ૦૦૫૫ પોલીસ સદર) ચલણથી ભરાવવામાં આવે છે

૧૧. ડુપ્લિકેટ પરવાના અંગે :જ્યારે અસલ પરવાનો ગુમ થાય અથવા ફાટી જાય ત્‍યારે નિયમ આર્મ્‍સ રૂલ્‍સ ૨૦૧૬ ની જોગવાઇને આધિન નિયમ મુજબ ફી રુ ૧૦૦૦/- (એક હજાર રુપીયા) (ચલણ ૦૦૫૫ પોલીસ સદર) વસૂલ લઇ આપી શકાય.

૧૨. હથિયાર પરવાના ટેકન ઓવર અંગે (ઇન્‍ટરનલ) : લાઇસન્‍સદાર દર્શાવેલ પોલીસ સ્‍ટેશન વિસ્‍તારથી અન્‍ય પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં રહેવા જાય ત્‍યારે બંને પોલીસ સ્‍ટેશન વિસ્‍તારના પોલીસ ઇન્‍સ્‍પેક્ટરશ્રીનો અભિપ્રાય મગાવવામાં આવે છે. ત્‍યાર બાદ જૂના પોલીસ સ્‍ટેશન વિસ્‍તારથી કમી કરી નવા પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં પરવાનો ટેકન ઓવર કરવામાં આવે છે.તે અંગે ફિના રુ ૫૦૦/- (પાચસૌ પુરા) (ચલણ ૦૦૫૫ પોલીસ સદર) ચલણથી ભરાવવામાં આવે છે.

૧૩. હથિયાર પરવાના ટેકન ઓવર રિન્‍યૂ વિથ વેરિફિકેશન આઉટ સાઇડ ઇશ્‍યૂ ઓથોરિટી : હથિયાર પરવાનેદારશ્રી અન્ય રાજ્ય અથવા જિલ્‍લામાંથી કાયમી સ્‍થાઇ થાય ત્‍યારે પરવાનો ટેકન ઓવર કરવા સારૂ પરવાનેદારે પરવાનાની નકલ સાથે પરવાનો ટેકન ઓવર કરવા સારૂ પોલીસ કમિશનર કચેરી ખાતે જરૂરી દ્સ્તાવેજો સાથે અરજી કરવાની રહે છે. આવા કિસ્સામાં પરવાના અંગેની માહિતી તેમજ એન.ઓ.સી. NDAL પોગ્રામમાંથી ID & UIN નંબર સાથે જે તે જીલ્લા માથી મંગાવવામાં આવે છે. અભિપ્રાય સાથે એન.ઓ.સી આવે થી પરવાનો ટેકન ઓવર કરી તે અંગેની જાણ જે તે જીલ્લાને કરવામાં આવે છે.પરવાનો ટેકન ઓવર કરવાની ફિ રુ ૫૦૦/- (પાચસૌ પુરા) (ચલણ ૦૦૫૫ પોલીસ સદર) ચલણથી ભરાવવામાં આવે છે.

નોંધ: આ સિવાય અન્ય કોઇપણ સેવા માટે રુ ૫૦૦/- (પાચસૌ પુરા) (ચલણ ૦૦૫૫ પોલીસ સદર) ફિ ચલણથી ભરવાના રહેશે.

૧૪.ટી.એલ.પરમીટ : અત્રેથી અન્ય રાજ્યમાં હથિયાર/દારુગોળો લઇ જવા ટી.એલ.પરમીટ આપવામાં આવે છે. જેમાં વ્યક્તિગત પરવાનેદાર ની ટી.એલ ફી રુ ૫૦૦/- (પાંચસૌ રુપીયા પુરા) (ચલણ ૦૦૫૫ પોલીસ સદર) ભરાવવામાં આવે છે અને આર્મ્સ ડિલરને ટી.એલ ફિ રુ ૨૦૦૦/- (બે હજાર રુપીયા) (ચલણ ૦૦૫૫ પોલીસ સદર) ભરાવવામાં આવે છે.

૧૫. આર્મ્સ ડિલર્સ નવો પરવાનો મેળવવા માટે નિયત નમુનાનુ મુજબ અરજી કરી પોલીસ સ્ટેશન કરવાની રહે છે. પોલીસ ઇન્સ્પેકટર/મદદનિશ પોલીસ કમિશનર/નાયબ પોલીસ કમિશનર ના અભિપ્રાય આવ્યા બાદ અત્રેથી પોલીસ કમિશનરશ્રીના હકારાત્મક/નકારાત્મક અભિપ્રાય સાથે સરકારશ્રીના ગૃહવિભાગને મોકલવામાં આવે છે.પરવાનો મંજુર થયેથી નવા પરવાના ફિ ૨૦૦૦/- (બે હજાર પુરા) (ચલણ ૦૦૫૫ પોલીસ સદર) ચલણથી ભરવાના રહે છે. 

૧૬. આર્મ્સ ડિલર પરવાના રીન્યુ : પોલીસ કમિશનર ના આદેશથી રીન્યુ કરવામાં આવે છે. રીન્યુ ફિ એક વર્ષ રુપીયા ૧૦૦૦/- (એક હજાર પુરા) (ચલણ ૦૦૫૫ પોલીસ સદર) મુજબ ચલણથી ભરવાના રહે છે.

૧૭. નવા કાયમી ફટાકડા લાઇસન્‍સ : ફટાકડા લાઇસન્‍સ માટેની અરજીનુ નીયત નમુના મુજબનુ ફોર્મ છે hyperlink of form). અરજદારશ્રીએ તે ભરી તેમ જ ભરવાની થતી ફી રુ ૫૦૦/- (પાચસૌ રુપીયા પુરા) (ચલણ ૦૦૫૫ પોલીસ સદર) ચલણ થી SBI laldarwaja ખાતે ભરી ભરેલ ચલળ ની નકલ સાથે ફોર્મ જે તે પોલીસ સ્ટેશન ખાતે જમા કારાવવાનુ હોય છે. ત્‍યાર બાદ અરજદારશ્રીના રહેઠાણના પોલીસ સ્‍ટેશનથી સદરહું બાબતે અભિપ્રાય સાથે  મદદનીશ પોલીસ કમિશનરશ્રી તેમજ નાયબ પોલીસ કમિશનરશ્રી તથા મદદનિશ પોલીસ કમિશનરશ્રી ટ્રાફીકના અભિપ્રાય અને ફાયર ખાતાની એન.ઓ.સી આવ્‍યા બાદ સંયુક્ત/અધિક પોલીસ કમિશનરશ્રી ટ્રાફિક શાખાના કે જેઓ લાયસંસ શાખાના સુપરવાયઝરી અધિકારી પણ છે આદેશ અનુસાર લાઇસન્‍સ અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.

 

૧૮. ફટાકડા પરવાના રિન્‍યૂ : લાઇસન્‍સ રિન્‍યૂ અંગેની મુદ્દત પૂર્ણ થયેથી સંબંધિત પોલીસ સ્‍ટેશન ખાતે રિન્‍યૂ અંગે નુ ફોર્મ ભરી જરૂરી દસ્તાવેજો, અધ્યતન ફોટા સાથે તે અંગે ની અરજી કરવાની રહે છે. બાદ સંબંધિત પોલીસ સ્‍ટેશનથી આ અંગે અભિપ્રાય તેમ જ ફાયર ખાતાની એન.ઓ.સી અને ચલણ ફી રૂ.૫૦૦/- (પાચસૌ એક વર્ષ માટે ) (ચલણ ૦૦૫૫ પોલીસ સદર) ભરાવી સદરહુ વિગત મગાવવામાં આવે છે. ત્‍યાર બાદ પરવાનો નિયમ અનુસાર રિન્‍યૂ કરવામાં આવે. છે.

                                                            

1.FORM A-1 For individuals application for an arms licence Form      

2.FORM A-2 For companies application for an arms licence Form

3.FORM A-3 For individuals application for renewal of arms licence(s) Form

4.FORM A-4 For companies application for renewal of arms licences Form

5.FORM A-5 Form of application for an arms licence in Form VI for temporary import and export of arms and ammunition

6.FORM A-6 Form of application for an arms licence in Form VII for manufacture

7.FORM A-7 Form of application for an arms licence in Form VII-A – for manufacture of arms of category

8.FORM A-8 Part I and II Form of application for an arms licence in Form VIII for arms and ammunition dealers

9.FORM A-9 Form of application for an arms licence in Form IX or IX-A for accredited gunsmiths

10.FORM A-10 Form of application for an arms licence in Form X for import, export, export for re-import

11.FORM A-11 Form of application for journey licence in Form XI for carrying of arms and ammunition

12.FORM A-12 Form of application for transport licence in

13.FORM A-13 application for an arms licence in Form XIV for transporter’s licence

14.FORM A-14 Form of application for a licence in Form XV for firearm free zone

15.Form B-1 Application for registration with an outside licensing authority

16.Form B-2 Application for allied services related to licences issued in Form II, III and IV

17.Form B-3 Application for additiondeletion of retainer

18.Form B-4 Application for additional licensees under licence

19.Form S-1 Standard format of training certificate

20.Form S-2 Standard format of undertaking for safe storage of firearms

21.Form S-3 Standard format of medical certificate

22.Form S-4 Standard format of police report