પોલીસ કમિશનર, રાજકોટ
http://www.cprajkot.gujarat.gov.in

નોંધણી

4/27/2024 12:19:41 AM

નોઘણી

વિદેશથી આવતાં નાગરિકોએ રજિસ્ટ્રેશન કરાવવાનું હોય કે વિઝા મુદ્દત વધારવાની હોય ત્યારે નીચેના ડોક્યુમેન્ટસ સાથે આ શાખાનો સં૫ર્ક સાધવો.

૩.૫ * ૪.૫ સે.મી. સાઈઝના ૬- લેટેસ્ટ ફોટોગ્રાફસ,(પાસપોર્ટ સાઈઝ) અને માયનોર હોય તો 4- ફોટોગ્રાફસ.

વિદેશી પાસપોર્ટ તથા તેની ૧ અથવા ૩ ઝેરોક્સ નકલ,

રેસિડેન્સ પ્રૂફ માટે ઈલેક્ટ્રિક બિલ અગર ટેલિફોન બિલ/ટેક્ષ બિલ/ સોસાયટીના લેટર પેડ ૫ર લખાણની એક ઝેરોક્સ નકલ.

વિદ્યાર્થી હોય તો સ્કૂલ ઓથોરિટી તરફથી ફોટો એટેસ્ટેડ કરેલ હોય તેવું ચાલુ શૈક્ષણિક વર્ષની વિગત સાથેનું બોનાફાઈડ સર્ટિફિકેટ રજૂ કરવાના રહે છે.

એમ્પ્યોઇમેન્ટ તેમ જ બિઝનેસ વિઝા માટે સંબંધિત કં૫ની સાથેનો કરાર૫ત્ર રજૂ કરવાનો રહે છે. જે તે કં૫નીએ પોતાનો સ્પોન્સર લેટર સંયુક્ત પોલીસ કમિશનર અને એફ.આર.ઓ. વિશેષ શાખા ,અમદાવાદ શહેરને ઉદ્દેશીને પાઠવવાનો હોય છે.

રજિસ્ટ્રેશનમાં અથવા વિઝા વધારવામાં મોડા ૫ડેલ હોય તો તેઓનો લેખિત ખુલાસો. જે તે સંબધીત એફઆરઓ ના નામનો લખી લાવવો.

બોન્ડ રૂ.૧૦૦/- ના રજૂ કરવા.

વિદેશી નાગરિક હોય અને તે વ્યક્તિએ ભારતીય નાગરિક સાથે લગ્ન કરેલ હોય તો ભારતીય પતિ/૫ત્નીની જન્મ તારીખનો દાખલો અને પાસપોર્ટની ઝેરોક્સ ફોટોકોપી.

લગ્ન રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ

માતા-પિતાના પાસપોર્ટની નકલો, જન્મ તારીખની વિગતો સાથે.

જૂનો પાસપોર્ટ હોય તો તેની નકલ.

વિઝા દસ વર્ષના હોય ત્યારે પાંચ વર્ષમાં ૫રિવર્તીત કરવાની જોગવાઈ પ્રમાણે તેની સંમતિ અરજી ( વિશેષ શાખાથી મળે.)
 

વિઝા ફી બાબત:-
વિઝા ફી લાગુ ૫ડતી હોય તેવા વિદેશી નાગરિકો માટે:-

૧ થી ૬ માસ માટેની વિઝા ફી

રૂ. ૪૬૬૦/-

૭ માસથી ૧ વર્ષ સુધીની વિઝા ફી

રૂ. ૭૪૪૦/-

૧ વર્ષ થી વધુ ૫ વર્ષ સુધીની વિઝા ફી

રૂ. ૧૨૪૦૦/-

સ્ટુડન્ટ વિઝા ફી (વધુમાં વધુ ૫ વર્ષ)

રૂ. ૩૪૫૦/-

 

* લેઇટ રજીસ્ટ્રેશન ફી રૂ.૧૯૫૦/-

* લેઇટ વિઝા એકસટેન્શન ફી પીરીયડ પ્રમાણે

*શ્રીલંકા માટે સિંગલ વિઝા ફી રૂ.૧૩૫/- તથા

ડબલ એંટ્રી વિઝા ફી રૂ.૨૭૦/-

*જુના પાસપોર્ટમાંથી વિઝા નવા પાસપોર્ટમાં

કરવવા સારૂ સર્વિસ ચાર્જ પેટે રૂ.૨૩૦/-

*અફઘાનીસ્તાન નાગરીકોને ભારતમાં આવેથી દિન ૭ મા

જે તે સંબધીત એફાઆરઓ કચેરીના સંર્પક કરી રજીસ્ટેશન કરાવવું.

* સ્ટુડન્ટ મેડીકલ એમ્પલોય રીર્સચ યોગા તથા મિશીનરી વિઝા

ઉપર ભારતમાં આવેથી દિન-૧૪ની અંદર જે તે સંબધીત એફાઆરઓ કચેરીના સંર્પક કરી રજીસ્ટેશન કરાવવું. 

*ઉપ્રોક્ત સિવાયના છ માસથી વધુ સમયના વિઝાઓમાં

છ માસથી વધુ સમય ભારતમાં રોકાવુ હોય તો છ માસની અંદર જે તે સંબધીત એફઆરઓ કચેરી