પોલીસ કમિશનર, રાજકોટ
http://www.cprajkot.gujarat.gov.in

પોલીસ વેરીફીકેશન સર્ટીફિકેટ

11/29/2021 1:56:11 AM

પોલીસ વેરીફીકેશન સર્ટીફિકેટ

 

 

 

પોલીસ વેરીફીકેશન સર્ટીફિકેટ  :-

પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ (PCC) આપવાની સત્તા ફક્ત પાસપોર્ટ કચેરીને છે અને તે માટેની વધુ વિગત તેમની વેબસાઈટ http://passport.gov.in પરથી મેળવી શકાય છે.

પોલીસ કમિશનર કચેરી ખાતેથી ફકત પોલીસ વેરીફીકેશન સર્ટિફિકેટ (PVC) આપવામાં આવે છે.

*  પોલીસ વેરીફીકેશન સર્ટિફિકેટ(PVC).

1. પોલીસ વેરીફીકેશન સર્ટિફિકેટ (પી.વી.સી.) મેળવવા માટે જે તે શહેરના પોલીસ કમિશનરશ્રી, નેઉદ્દેશીને અરજી કરવાની હોય છે, જેમાં અરજદારનું નામ,સરનામું, પાસપોર્ટ નંબર-ઈશ્યૂતારીખ- ક્યાં સુધી વેલીડ છે તેમ જ શા માટે પી.સી.સી.ની જરૂર છે, કેટલા સમયથી વડોદરામાં રહે છે વગેરે વિગત દર્શાવવી.

2.અરજી સાથે ત્રણ પાસપોર્ટ સાઈઝ ફોટા બીડવા.

3.પાસપોર્ટની ઝેરોક્ષ નકલ.

4.લાઈટ બિલ / ટેલીફોન બિલ/ટેક્ષબિલમાંથી ગમે તે એકની નકલ.

5.ઈલેક્શન કાર્ડની નકલ.

6.અરજદાર જો વિદેશ ખાતે હોય અને તેને PVC ની જરૂર હોય તો અરજદારે ત્યાં થી પોલીસ કમિશ્નરશ્રીને ઉદ્દેશીને એક અરજી,ઓથોરેટીલેટર,પાસપોર્ટના તમામ પેજની કલર ઝેરોક્ષ, જો વિઝા પુરા થઈ ગયા હોય તો વિઝા એક્ષટેન્શનલેટર,એથોરાઈઝ વ્યક્તિ દ્વારા પોલીસ કમિશ્નરશ્રીને ઉદ્દેશીને એક અરજી તથા ઉપર મુજબ ના રહેઠાણના પુરાવા સાથે આપવાના રહેશે.

* અરજદારે પોતાના વિસ્તારના  પોલીસ સ્ટેશના ખાતે અરજી કરી વેરીફીકેશન કરાવવાનું રહેશે તથા વેરીફીકેશન થયા બાદ સર્ટિફિકેટ  મેળવવા માટે અરજદારે પાસપોર્ટ વિભાગ, પોલીસ કમિશ્નરશ્રીની કચેરી,ગ્રાઉન્ડ ફ્લોર, (પોલીસ ભવન,
જેલ રોડ વડોદરા શહેર સંપર્ક કરવાનો રહેશે.

* સર્ટિફિકેટ મેળવવા માટે અરજદારે પોતે રૂબરૂ અસલ પાસપોર્ટ તથા ત્રણ પાસપોર્ટ સાઈઝના ફોટા સાથે અત્રેની કચેરીએ નીચે જણાવેલ સમય દરમિયાન આવવાનું હોયછે.

* વિઝા અંગેના પત્રની નકલ.

નોંધ:-

સર્ટિફિકેટમેળવવાનો સમય/વાર.

સોમવાર થી શુક્રવાર 14/30 થી 15/30 જાહેર રજાના દિવસ સિવાય.