પોલીસ કમિશનર, રાજકોટ
http://www.cprajkot.gujarat.gov.in

તાલીમ

7/2/2025 3:56:02 AM
પોલીસ હેડ કવાર્ટર રાજકોટ શહેરની વિવિધ તાલીમ કોર્સની માહિતી

(૧) આર્મ હેડ કોન્સ. તેમજ પોલીસ કોન્સ. જૂનાગઢ તાલીમ મહા વિદ્યાલય ખાતે ઈન્ડેક્શન કોર્સ તેમજ રિફ્રેશર કોર્સની તાલીમમાં મોકલવામાં આવે છે.

(ર) અનાર્મ હેડ કોન્સ. તેમજ પોલીસ કોન્સ.ને વડોદરા પોલીસ તાલીમ શાળા ખાતે ઈન્ડેક્શન કોર્સ તેમજ રિફ્રેશર કોર્સની તાલીમમાં મોકલવામાં આવે છે.

(૩) પોલીસ અકાદમી કરાઈ (ગાંધીનગર) ખાતે પોલીસ અધિકારીશ્રીઓને રિફ્રેશર કોર્સ તેમજ વિવિધ તાલીમોમાં મોકલવામાં આવે છે. તેમજ પોલીસ કર્મચારીઓને કમાન્ડોની બેઝિક તાલીમમાં મોકલવામાં આવે છે. તેમજ કમાન્ડોના રિફ્રેશર કમાન્ડો કોર્સમાં પણ મોકલવામાં આવે છે.

(૪) ગાંધીનગર ખાતે મોટર ટ્રાન્સપોર્ટની તાલીમ માટે પોલીસ કર્મચારીઓને મોકલવામાં આવે છે તેમજ રાજકોટ શહેર ખાતે મોટર ટ્રાન્સપોર્ટની તાલીમ માટે પોલીસ કર્મચારીઓને મોકલવામાં આવે છે.

(પ) ડોગ હેન્ડલરની તાલીમ માટે ડોગ સ્કવોડ તરફથી પોલીસ કર્મચારીઓને અમદાવાદ ખાતે ડોગ હેન્ડલરની તાલીમ માટે ડોગ તેમજ હેન્ડલરને તાલીમમાં મોકલવામાં આવે છે.

(૬) ગાંધીનગર ખાતે વાયરલેસની તાલીમમાં પોલીસ કર્મચારીઓને મોકલવામાં આવે છે.