પોલીસ બેન્ડ રાજકોટ શહેરની પ્રવૃત્તિઓ
-
અત્રે પોલીસ મુખ્ય મથક ખાતે સોમવાર તથા શુક્રવારના રોજ પરેડ થાય છે તેમાં બેન્ડનો ઉપયોગ થાય છે. તેમાં મ્હે. પોલીસ
કમિશનર સા.શ્રી જાતે નિરીક્ષણ કરે છે, જેમાં વિવિધ પ્રકારના માર્ચપાસ્ટ વગાડવામાં આવે છે.
-
રાજકોટ શહેર મ્યુનિસિપલ કોર્પોરેશનના બાગ બગીચાઓ તથા જાહેર સ્થળોએ પોલીસ બેન્ડ
દ્વારા જનતાનું મનોરંજન પૂરું પાડવામાં આવે છે.
-
રાષ્ટ્રીય તહેવારો જેવા કે ૧પમી ઓગસ્ટ તથા ર૬મી જાન્યુઆરીની ઉજવણી માટે બેન્ડનો ઉપયોગ કરવામાં આવે છે.
-
ર૧મી ઓક્ટોબરે શહીદ દિન નિમિતે શહીદોને બેન્ડ
દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે.
-
વી.વી.આઈ.પી.શ્રીઓની ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે ત્યારે બેન્ડનો ઉપયોગ કરવામાં આવે છે.
-
અત્રેની જાહેર જનતામાં લગ્ન પ્રસંગે તેમજ વિવિધ પ્રસંગોમાં પોલીસ બેન્ડને ભાડેથી આપી આવક
ઊભી કરી પોલીસ વેલફેર ફંડમાં ફાળો આપવામાં આવે છે.
-
રાજ્ય લેવલે પોલીસ ખાતામાં ગેમ્સ સમારોહની અંદર પણ પોલીસ બેન્ડની કામગીરી કરવામાં આવે છે.
-:રાજકોટ
શહેર પોલીસ બેન્ડ ભાડે આપવા માટેના નિયમોઃ-
(૧) બેન્ડ અથવા મોટર ભાડાનાં નાણાં બેન્ડ બુક કરાવ્યા પછી ૪૮ કલાકમાં
ભરવાનાં રહેશે.
(ર) અરજદાર બેન્ડ મોકલવાનું સરનામું બદલવા દર્શાવે તો તેમણે બે દિવસ
પહેલાં કચેરી સમય દરમિયાન લેખિતમાં રજૂઆત કરવાની રહેશે.
(૩) બેન્ડ તથા વાહનનો ચાર્જ નીચે મુજબ છે.
૧) એક કલાકનો બેન્ડ ચાર્જ રૂપિયા ૩૦૦૦/- + ર૦૦ વાહન ચાર્જ = કુલ રૂપિયા
૩ર૦૦/-
ર) ત્યાર બાદ દરેક કલાકનો બેન્ડ ચાર્જ રૂપિયા ૨૫૦૦/- + ર૦૦ વાહન
ચાર્જ = કુલ રૂપિયા ર૭૦૦/-
(૪) પોલીસ બેન્ડ રાજકોટ શહેરની હદ પૂરતું આપવામાં આવે છે.
(પ) સંજોગોવસાત સરકારી કામ માટે બેન્ડની જરૂર પડશે તો ભાડે આપેલ બેન્ડ
કોઇ પણ સમયે કારણ આપ્યા વગર રદ કરવામાં આવશે.
(૬) બેન્ડ સાથે આપેલ સરકારી વાહનને વરઘોડો સાથે ફેરવી શકાશે નહીં.
(૭) બેન્ડ રાત્રીના ૧૦-૦૦ થી સવારના ૦૬-૦૦ તથા બપોરે ૧ર-૦૦ થી ૧પ-૦૦
સુધી આપવામાં આવશે નહીં.
(૮) બેન્ડ જેટલા કલાક માટે આપવામાં આવેલ હોય તેટલા કલાક બેન્ડ વગાડી
શકાશે. સમય પૂરો થયા પછી બેન્ડ પરત આવશે. બેન્ડનો સમય પૂરો થયા બાદ
અરજદારને જાણ કર્યા સિવાય બેન્ડ રવાના થઇ જશે. જેથી સમયનું ધ્યાન
અરજદાર તથા બેન્ડ માસ્ટરે રાખવાનું રહેશે.
(૯) બેન્ડ બુકિંગ બાબતે પોલીસ કમિશનરશ્રીનો નિર્ણય આખરી ગણાશે.
ઉપર
જણાવેલ તમામ શરતો વાંચી તેનું પાલન કરવા બંધાયેલ છું.
|