પોલીસ કમિશનર, રાજકોટ
http://www.cprajkot.gujarat.gov.in

ટ્રાફિક વોર્ડન સિસ્ટમ

7/9/2025 8:55:40 PM
ટ્રાફિક સેફટીના કાર્યમાં રસ ધરાવતા લોકોને જોડાવા અપીલ

રાજકોટ શહેર પોલીસ કમિશ્નર ઓફિસ ઘ્વારા રાજકોટ સીટી ટ્રાફિક પોલીસના કાર્યોમાં સહાયરૂપ થવા તથા લોકોમાં ટ્રાફિક અંગેની સમજણ વધારવા "" ટ્રાફિક વોર્ડન ફોર્સ "" ની રચના કરવામાં આવી રહેલ છે. જેમાં સમાજની ૧૮ થી ૪૦ વર્ષની વ્યકિત નીયત ફોર્મમાં અરજી કરી આ ફોર્સમાં જોડાય શકે છે. આ માનદસેવા છે. જેમાં કોઈ પણ પ્રકારનાં માનદ વેતન આપવામાં આવશે નહી. રાજકોટ ના યુવાનોને આ કાર્યમાં જોડાવા,ટ્રાફિક સમસ્યા હલ કરવાના કાર્યમાં મદદરૂપ થવા અપીલ કરવામંા આવે છે. જોડાવા માટેના અરજી ફોર્મ રાજકોટ ટ્રાફિક બ્રાન્ચ ઢેબર ચોક ખાતેથી મેળવી લેવાના રહેશે.

પોલીસ કમિશ્નર
રાજકોટ શહેર

ટ્રાફિક વોર્ડનમાં જોડાવા માટે જરૂરી લાયકાત-નિયમો

  • ભારતીય નાગરીક હોવો જરૂરી છે.

  • રાજકોટ શહેરમાં રહેતા હોય અને વ્યવસાય,વ્યાપાર,સર્વીસ અથવા અભ્યાસ કરતા હોય.

  • તેમણે એસ.એસ.સી.પરીક્ષા પાસ કરેલ હોય,ગુજરાતી ભાષાનું સારૂ જ્ઞાન હોવું જોઈએ.

  • ૧૮ થી ૪૦ વર્ષની ઉમર મર્યાદામાં હોય.

  • ટ્રાફિક સેફટીનું કાર્ય કરવાની શારીરીક ક્ષમતા ધરાવતા હોવા જરૂરી છે.

  • તેમણે કોઈ ગુન્હો કરેલ ન હોય.

  • તેઓ કોઈ મીલીટરી યુનિટ કે અન્ય અનીવાર્ય સેવા સાથે જોડાયેલ ન હોવા જોઈએ.

  • તેમણે ડયુટી પર આવતી વખતે બ્લેક પેન્ટ-વાઈટ સર્ટ તથા તેમને આપવામાં આવેલ  બેઈઝ પહેરવા જરૂરી છે.

  • દરરોજ બે કલાક માટે તેમને સોપવામાં આવેલ સ્થળે ફરજ બજાવવાની રહેશે.

અરજી નો નમુનો

હું શ્રી /શ્રીમતી/કુમારી............................................................આથી ટાફિક વોર્ડન યોજનામાં નોંધણી કરવા અરજી કરું છું.

મારી વિગત નીચે મુજબ છે.

  • નામ(અટક પહેલા લખવી) -
  • પિતાનું નામ -
  • ઉમર/જન્મ તારીખ -
  • વ્યવસાયની વિગત -
  • શૈક્ષણીક લાયકાત -
  • હાલનું સરનામું -
    (ટેલી.નંબર હોયતો)
  • કાયમી સરનામું -
    (ટેલી.નંબર હોયતો)
  • અંગતો શોખ -
  • તમે આપી શકો તે સમયગાળો -
    ૧.સવાર
    ર.સાંજ
  • બે પ્રતિષ્ઠીત વ્યકિતઓનો નિદેર્શ -
    ૧.........................................................
    ર.......................................................
  • આ સંગઠનમાં શા માટે જોડાવા માગો છો ?
  • એકરારનામું

આ અંગે ઠરાવેલ વિનિમયોનું પાલન કરવા હું સહમત થાઉ છું માર્ગ સલામતી ના હેતુ સર હું સ્વેચ્છાએ અને મારાથી શકય તેટલી ઉતમ કામગીરી કરવા પણ સહમત થાઉ છું.

તા.

સ્થળઃ-
સહીઃ-

નિમણૂંક પ્રમાણપત્ર

ક્રમનં-

આથી પ્રમાણીત કરવામાં આવે છે કે, શ્રી/શ્રીમતી/કુમારી.......................................... (જેનો ફોટો આ સાથે ચોટાડયો છે) ની ટ્રાફિક વોર્ડન યોજનાના સભ્ય તરીકે નિમણૂંક કરવામાં આવી છે.

ર૦૦.....ના...........................મહીનાની...................તારીખે આપ્યુ.

(કચેરીનો સીકકો)

સહીઃ-

હોદોઃ-

જાવકનં-  /ર૦૦૬

પોલીસ કમિશ્નર કચેરી
રાજકોટ શહેર
તા. / /

વિષયઃ- ટ્રાફિક વોર્ડન તરીકે ઉમેદવારની પસંદગી કરવા બાબત.

ઉપરોકત વિષય સબધંમાં નીચે દર્શાવેલ ઉમેદવારે રાજકોટ શહેર ટ્રાફિક વોર્ડન માટે અરજી કરેલ છે. તેમની પસંદગી કરવાના હેતુ માટે નીચે જણાવેલ હકીકત સબંધમાં વિગતવાર તપાસ કરી દિન-૩ મંા વિના વિલંબે અત્રેની કચેરીમાં રીપોર્ર્ટ મોકલી આપવા વિનંતી છે.

નામઃ-...........................................................

સરનામુઃ-.........................................................................................
......................................................................................

  • ઉમેદવાર કોઈ ગુન્હામાં સંડોવાયેલ છે કે કેમ ?

  • કોઈ ગુન્હામાં સજા/દંડ થયેલ છે કે કેમ ?

  • ઉમેદવારની ચાલ-ચલગત કેવી છે?

  • ઉમેદવાર લશ્કરી એકમ કે બીજી આવશ્યક સેવાના સભ્ય છે કે કેમ?

  • ઉમેદવાર કોઈ માનદ કાર્ય કરે છે કે કેમ?

  • ઉમેદવાર કોઈ રાજકીય પ્રવળતીમાં ભાગ લે છે કે કેમ?

પોલીસ કમિશ્નર
રાજકોટ શહેર

પ્રતિ,

પો.ઈન્સ.શ્રી.,
..........................................
પો.ઈન્સ.શ્રી.,સ્પે.શાખા,રાજકોટ શહેર