પોલીસ કમિશનર, રાજકોટ
http://www.cprajkot.gujarat.gov.in

અધિકારીઓની સત્તા અને ફરજો

7/6/2025 3:39:36 PM

(૧) પોલીસ કમિશનર :-

ગુજરાત પોલીસ મેન્યુઅલ ભાગ-૩, નિયમ ર૩ મુજબ ફરજ બજાવે છે. અને આ મુજબ તેઓ દેખરેખ રાખે છે અને તેમની હેઠળના તમામ પોલીસ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડે છે.

 

(ર) અધિક પોલીસ કમિશ્‍નર :-

     ગુજરાત પોલીસ મેન્યુઅલ ભાગ-૩, નિયમ ર૬ મુજબ ફરજ બજાવે છે. અને તેમના ઉપલા     

     અધિકારીશ્રી તરફથી મળેલ સૂચના અને હુકમ અનુસાર તેમના તાબા હેઠળના પોલીસ અધિકારી  

     અને કર્મચારીઓને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપે છે.

(૩) નાયબ પોલીસ કમિશનર :-

ગુજરાત પોલીસ મેન્યુઅલ ભાગ-૩, નિયમ ર૬ મુજબ ફરજ બજાવે છે. અને તેમના ઉપલા અધિકારીશ્રી તરફથી મળેલ સૂચના અને હુકમ અનુસાર તેમના તાબા હેઠળના પોલીસ અધિકારી અને કર્મચારીઓને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપે છે.

(૪) મદદનીશ પોલીસ કમિશનર :-

ગુજરાત પોલીસ મેન્યુઅલ ભાગ-૩,નિયમ ર૮ મુજબ ફરજ બજાવે છે. અને તેમના ઉપલા અધિકારીશ્રી તરફથી મળેલ સૂચના અને હુકમ અનુસાર તેમના તાબા હેઠળના પોલીસ અધિકારી અને કર્મચારીઓને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપે છે.

(૫) થાણા અમલદાર (પોલીસ ઇન્સ./પો.સ.ઇ.) :-

ગુજરાત પોલીસ મેન્યુઅલ ભાગ-૩,નિયમ ૩૩, પેટા કલમ ૧ થી પ મુજબ કામગીરી કરે છે. આ મુજબ તેઓ પોતાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા બરોબર જળવાઇ રહે તેનું ધ્યાન રાખે છે. અને તેમના પો.સ્ટે. હેઠળ આવતા આઉટ પો.સ્ટ. તથા બીટનું સુપરવિઝન કરે છે.

(૬) અનાર્મ હેડ કોન્સ. :-

ગુજરાત પોલીસ મેન્યુઅલ ભાગ-૩,નિયમ ૩૬, પેટા કલમ ૧ થી ર મુજબ ની કામગીરી કરે છે. તેમની બીટ / આઉટ પો.સ્ટ.હેઠળ આવતા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની કામગીરી તેમના થાણા અમલદારના માર્ગદર્શન અને સૂચના હેઠળ કરે છે.

(૭) અનાર્મ પોલીસ કોન્સ. :-

ગુજરાત પોલીસ મેન્યુઅલ ભાગ-૩,નિયમ ૩૮, પેટા કલમ ૧ થી પ મુજબ ની કામગીરી કરે છે. તેમના હેડ કોન્સ. તથા ઉપરી અધિકારીશ્રી તરફથી મળેલ સૂચના મુજબ ગુના બનતા અટકાવવા અને ગુનાની તપાસ માટેની કામગીરી ઉપરી અધિકારીના માર્ગદર્શન હેઠળ કરે છે.

(૮) આર્મ્ડ પોલીસ કોન્સ. :-

ગુજરાત પોલીસ મેન્યુઅલ ભાગ-૩,નિયમ ૩૯ર, પેટા કલમ ૧ થી ૪ મુજબની કામગીરી કરે છે.

પોલીસ કમિશનરશ્રીની કચેરીની વિવિધ શાખાઓના અધિકારીઓની ફરજો અને સત્તાઓ :-

(૧) ખાસ શાખા (સ્પેશિયલ બ્રાન્ચ) :-

ઇન્ચાર્જ અધિકારી :- પોલીસ ઇન્સ.

આ શાખા દ્વારા :-

(૧) શહેરની રાજકીય પ્રવૃત્તિ ઉપર નજર રાખવામાં આવે છે.

(ર) ભૂગર્ભમાં ચાલતી સામાજિક પ્રવૃત્તિ ઉપર નજર રાખવામાં આવે છે.

(૩) પાકિસ્તાનના નાગરિકો/ વિદેશી નાગરિકોનાં રજિસ્ટ્રેશન તથા વિઝા સંબંધી કામગીરી કરે છે.

(૪) ભારતીય પાસપોર્ટ અંગે પોલીસ રિપોર્ટ મોકલવા તેમજ પાસપોર્ટ ને લગતી બાબતો કરે છે.

(પ) શહેરમાં ઊજવાતા ધાર્મિક તહેવારો, સભા સરઘસ, ધરણા તથા વી.આઇ.પી.કે વી.વી.આઇ.પી.ના આગમન અંગેના બંદોબસ્તની સ્કીમ તૈયાર કરે છે.

(ર) ગુના શોધક શાખા (ડી.સી.બી.) :-

ઇન્ચાર્જ અધિકારી :- પોલીસ ઇન્સ.

આ શાખામાં પોલીસ ઇન્સ.-૧, પો.સ.ઇ.-ર, તથા પોલીસના માણસો ફરજ બજાવે છે. જેની મુખ્ય કામગીરી શહેરમાં બનતા વણશોધાયેલ ગુનાઓ જેવા કે ધાડ, લૂંટ, ઘરફોડ, ચોરી તથા વણશોધાયેલ ખૂન શોધવાની કામગીરી કરે છે. આ ઉપરાંત નાસતા ફરતા આરોપીઓ તેમજ ગેંગો શોધવી તેમજ નાર્કોટિક્સ, જુગાર તથા દારૂ ગાળનારા, વહેંચનારા, ગુનેગારો, વેશ્યાવૃત્તિ વિગેરે પકડી પાડવાની કામગીરી કરે છે.

(૩) ગુના નિવારણ શાખા (પી.સી.બી.) :-

ઇન્ચાર્જ અધિકારી :- પોલીસ ઇન્સ.

આ શાખા દ્વારા :-

(૧) શહેરમાં બનતા ગુનાઓ અટકાવવાનું

(ર) ગુનેગારો અંગે પૂર્વ ઈતિહાસ જાળવવાનું

(૩) ગુનેગારો વિરૂદ્ધ હદપારીની દરખાસ્ત તૈયાર કરવાની

(૪) પાસા હેઠળ, અટકાયતી પગલાં હેઠળ દરખાસ્ત તૈયાર કરવાની

(પ) નજીકના ભવિષ્યમાં કોઇ ગુનો બનવાની શક્યતા જણાય તો કોમ્બિંગ પણ કરે છે.

(૪) લાઇસન્સ શાખા :-

ઇન્ચાર્જ અધિકારી :- પોલીસ ઇન્સ.

આ શાખા દ્વારા :-

(૧) હથિયારોના પરવાના

(ર) સ્ફોટક પદાર્થો (ફટાકડા, કુવાના ટેટા) વિગેરે ધારણ કરવાના પરવાના

(૩) હોટેલ, રેસ્ટોરન્ટ અંગે મનોરંજન લાઇસન્સ

(૪) સિનેમા લાઇસન્સ

(પ) રેસ્ટ હાઉસ/ ગેસ્ટ હાઉસનાં નોંધણી પ્રમાણપત્રો

(૬) ટ્રાફિક સંબંધે જાહેરનામા પસાર કરવા

(૭) ટ્રાફિક બ્રાન્ચ દ્વારા એન્જિનિયરિંગ કામઅર્થે આવતી દરખાસ્ત મ્યુનિસિપલ કોર્પોરેશન તરફ અમલ કરવા સારુ મોકલવાની વિગેરે કામગીરી કરે છે.

(પ) રીડર શાખા :-

ઇન્ચાર્જ અધિકારી :- પોલીસ ઇન્સ.

આ શાખા દ્વારા :-

(૧) શહેરમાં બનતા ગુનાઓ અંગેની આંકડાકીય માહિતી

(ર) શહેરમાં બનતા મહત્ત્વના ગુનાઓ અંગેની માહિતી આ બ્રાન્ચમાં આવે છે અને ગુનાની તપાસની કામગીરીની ચકાસણી કરવામાં આવે છે.

(૩) આ શાખા નીચે અરજી શાખા પણ કામ કરે છે.

(૪) અરજીઓ સંબંધી માહિતીઓ પણ આ શાખામાંથી ઉપલબ્ધ થાય છે.

(પ) આ શાખા પોલીસ કમિશનરશ્રી તથા નાયબ પોલીસ કમિશનરશ્રીના સીધા સંપર્ક હેઠળ કામ કરે છે.

(૬) ટ્રાફિક શાખા :-

ઇન્ચાર્જ અધિકારી :- પોલીસ ઇન્સ.

આ શાખા દ્વારા :-

(૧) સમગ્ર શહેરમાં સુરક્ષિત અને સુચારુ ટ્રાફિક વ્યવસ્થા જાળવવાનું તેમજ આમપ્રજામાં ટ્રાફિક સૂઝ કેળવવાનું

(ર) શાળા, કોલેજોમાં ટ્રાફિકના નિયમો સંબંધી શિક્ષણ આપવાનું

(૩) સુચારુ ટ્રાફિક વ્યવસ્થા અર્થે એન્જિનિયરિંગ કામઅર્થે દરખાસ્ત તૈયાર કરવી.

(૪) શહેરમાં ઊજવાતા મહત્ત્વના તહેવારો જેવા કે કૃષ્ણ જન્મ મહોત્સવ, નવરાત્રી, મહોરમ,દિવાળીના તહેવારો અને અન્ય તહેવારોએ ટ્રાફિક બંદોબસ્ત જાળવવાનું

(પ) સભા,સરઘસ, આંદોલનો વખતે ટ્રાફિક વ્યવસ્થા જાળવવાનું

(૬) વી.આઇ.પી. કે વી.વી.આઇ.પી.ના મુલાકાત વખતે પાઇલોટ ડ્યૂટી, ગાઈડ ડ્યૂટી તેમજ તેઓશ્રીના મુલાકાત વાળાં સ્થળો સુધી આવન જાવનનો ટ્રાફિક બંદોબસ્ત જાળવવો

(૭) ટ્રાફિક નિયમોના ભંગ અંગે સ્થળ પર દંડ વસૂલ કરવો તેમજ જાહેરનામાનો અમલ કરવો અને કરાવવો. વિગેરે કામગીરી કરે છે.

(૭) સામાજિક સલામતી સ્કવોડ:-

ઇન્ચાર્જ અધિકારી: પોલીસ ઇન્સ.

આ શાખાની કામગીરી

(એ) પતિ,પત્નીના દામ્પત્ય જીવનના ઝઘડાઓ તેમજ કૌટુંબિક ઝઘડાઓ અંગે ગેરસમજ દુર કરી સમાધાન કરવાનું કામ કરવામાં આવે છે.

(બી) સુલેહમાં શાંતિ છે. તેવો ઉદ્દેશ રાખી સામાજિક ઝઘડાઓ ઓછા થાય તેવી નેમ રાખવામાં આવે છે.

(સી) અરજદાર ભાઇઓ તથા મહિલાઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવે છે. સામાજિક વિગેરે કામગીરી કરવામાં આવે છે.

(૮) પોલીસ વાયરલેસ વિભાગ:-

ઇન્ચાર્જ અધિકારી: પોલીસ વાયરલેસ ઇન્સ.

આ શાખાની કામગીરી

(એ) ગુજરાત પોલીસ મેન્યુઅલ ભાગ-૩ ના નિયમ -પ૧૧(ર) પેટા કલમ (એ-૧ થી એ-૬) મુજબ કામગીરી કરે છે.

(૯) પોલીસ હેડ કવાર્ટર:-

ઇન્ચાર્જ અધિકારી: રિઝર્વ પોલીસ ઇન્સ.

આ શાખાની કામગીરી

(એ) પોલીસ હેડ કવાર્ટરમાં આવેલ તમામ શાખાઓ જેવી કે, રાયટર હેડ/હાજરી માસ્તર/કલોધિંગ રાયટર હેડ/શસ્ત્ર ભંડાર/ બેન્ડ યુનિટ તથા એમ.ટી. વિભાગ કામગીરી ઉપર સુપરવિઝન.

(બી) નોકરી વહેંચણી,પરેડ ગ્રાઉન્ડ સંબંધિત તથા પોલીસ હેડ કવાર્ટરમાં ફાળવેલ જમીન જાળવણી વિગેરે કામગીરી.

(સી) ખાસ શાખા દ્વારા તેમજ પો.સ્ટે. તરફથી જ્યારે જ્યારે બંદોબસ્ત માંગવામાં આવે ત્યારે પોલીસ કર્મચારીઓની ફાળવણી કરવામાં આવે છે. તેમજ શહેર તથા બહારના જિલ્લામાં ફાળવવામાં આવેલ પોલીસ ગાર્ડ તથા પોલીસ પાર્ટીની કામગીરી.

(ડી) રાજકોટ શહેર પોલીસ દળના કર્મચારી અધિકારીઓને પરેડ બાબતે તેમને ફાળવવામાં આવેલ ડ્રિલ ઇન્સ્ટ્રક્ટર દ્વારા નિયમાનુસાર તથા પોલીસ કમિશનરશ્રી તથા નાયબ પોલીસ કમિશનરશ્રીના આદેશ અનુસાર પરેડ માટે તૈયાર કરવાની અને પરેડ બાબતે જરૂરી સૂચનાઓ આપવાની કામગીરી કરે છે.

(૧૦) માઉન્ટેન્ડ યુનિટ:-

ઇન્ચાર્જ અધિકારી: પોલીસ ઇન્સ.

આ શાખાની કામગીરી

(એ) શહેરમાં માઉન્ટેન્ડ યુનિટ પોલીસ ઇન્સ્પેક્ટર હસ્તક અશ્વદળ કાર્યરત છે. જેની ફરજ ગુજરાત પોલીસ મેન્યુઅલ ભાગ-૩ અધિનિયમ પ૧૬ તથા પ૧૭ હેઠળ દર્શાવેલ કામગીરી કરે છે.

(બી) આવા ગેરકાયદેસર દબાણ અંગેની ફરિયાદની તપાસ કરવી.

(૧૧) એમ.ટી. વિભાગ:-

ઇન્ચાર્જ અધિકારી: પોલીસ સબ ઇન્સ.

આ શાખાની કામગીરી

(એ) એમ.ટી. સુપરવાઇઝર મેન્યુઅલ ભાગ-૩ ના નિયમ -૪૮૭ પેટા કલમ-પ (૧ થી ૬) મુજબ કામ કરે છે.

(બી) એમ.ટી. ડ્રાઇવર (એચ.સી.ડી.એમ.) મેન્યુઅલ ભાગ-૩ ના નિયમ -૪૮૭ પેટા કલમ-૬ (૧ થી ૮) મુજબ કામગીરી કરે છે.

(સી) એમ.ટી. ડ્રાઇવર (એચ.સી.ડી.એમ.)મેન્યુઅલ ભાગ-૩ ના નિયમ-૪૯૮ પેટા કલમ-૧ મુજબ કામ કરે છે.

(૧ર) પોલીસ શ્વાન દળ (ડોગ સ્કવોડ) :-

ઇન્ચાર્જ અધિકારી: પોલીસ સબ ઇન્સ.

આ શાખાની કામગીરી

(એ) રાજકોટ શહેર આર્મ્ડ હેડ કોન્સ્ટેબલ હેઠળ કાર્યરત શ્વાન દળ મેન્યુઅલ ભાગ-૩ના નિયમ-૧૪૦ મુજબ કામગીરી કરે છે.

(૧૩) એન્ટી લેન્ડ ગબિંગ સ્કવોડ:-

ઇન્ચાર્જ અધિકારી: પોલીસ સબ ઇન્સ.

આ શાખાની કામગીરી

(એ) સરકારી, અર્ધ સરકારી કે ખાનગી મકાન જમીન ઉપરનું ગેરકાયદેસરનું દબાણ અટકાવવાની અને દૂર કરવાની કાર્યવાહી કરવી.

(બી) આવા ગેરકાયદેસર દબાણ અંગેની ફરિયાદની તપાસ કરવી.

(૧૪) એમ.ઓ.બી. :-

ઇન્ચાર્જ અધિકારી: પોલીસ સબ ઇન્સ.

આ શાખાની કામગીરી

(એ) જુદી-જુદી મોડસ ઓપરેન્ડી (ગુનો કરવાની ઢબ) દ્વારા બનતા ગુનાઓ સંબંધી અને ગુનેગારો સંબંધી માહિતી એકત્ર કરીને રાખવાનું

(બી) એક સરખી મોડસ ઓપરેન્ડી વાળા ગુનાઓ ઝડપથી શોધાય તે માટે ગુનાની તપાસ કરનાર અધિકારીને ગુનેગાર સંબંધી સૂચનો સજેશન મોકલવાની.

(૧પ) કોમ્પ્યુટર સેલ :-

ઇન્ચાર્જ અધિકારી: પોલીસ સબ ઇન્સ.

આ શાખાની કામગીરી

 
 

(એ) કોમ્પ્યુટર તથા તેનાં સાધનો અને નેટવર્કની જાળવણી માટે વાર્ષિક ઇજારા ધરાવતી પાર્ટી સાથે તથા જી.એસ.વાન નેટવર્ક પૂરી પાડતી સંસ્થાઓ સાથે સંપર્કમાં રહી આ તમામ સાધનો તથા નેટવર્ક કાર્યરત રાખવાની કામગીરી. તથા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા ગુનાના ઇન્ટિગેટેડ ફોર્મ સમયસર આવી જાય તેમજ સી.સી.આઇ.એસ. પેકેજમાં ડેટા એન્ટ્રી કરી એસ.સી.આર.બી. ગાંધીનગર ખાતે ડેટા સેન્ડ કરવાની જવાબદારી.

(બી) પો.સ્ટે. તથા શાખાઓમાં ચાલતા સોફ્ટવેર બેકઅપ એકઠું કરીને સેલ ખાતે તેનો ડેટા એકઠો કરવો. તેમજ પો.સ્ટે./શાખા કોમ્પ્યુટર સીસ્ટમ બરાબર કામ આપે છે કે કેમ એ બાબતનું સુપરવિઝન.

(સી) આ કોમ્પ્યુટર સેલ પોલીસ કમિશનરશ્રી તથા અધિક પોલીસ કમિશનરશ્રીના સીધા સંપર્ક હેઠળ કામ કરે છે.

(૧૬) પોલીસ કંટ્રોલ રૂમ:-

ઇન્ચાર્જ અધિકારી: પોલીસ સબ ઇન્સ.

આ શાખાની કામગીરી

(ત્રણ શિફ્ટમાં)

(એ) પોલીસ કમિશનરશ્રી તથા નાયબ પોલીસ કમિશનરશ્રીના સીધા અંકુશ નીચે કામ કરે છે.

(બી) કંટ્રોલ રૂમ ઇન્ચાર્જની મદદમાં એ.એસ.આઇ./હેડ કોન્સ. તથા પોલીસ કોન્સ્ટેબલો ત્રણ શિફ્ટમાં કામ કરે છે.

(સી) શહેરમાં ફરતી તમામ મોબાઇલને કંટ્રોલ રૂમ સાથે વાયરલેસ સેટથી જોડવામાં આવેલ છે.

(ડી) જ્યારે પણ મદદ અંગે કંટ્રોલ રૂમનો ટેલિફોનથી અગર રૂબરૂ આવીને સંપર્ક સાધવામાં આવે ત્યારે પોલીસ મદદમાં મળી શકે છે., સતત ચોવીસ કલાક કાર્યરત હોય છે.

(ઇ) શહેરમાં બનતા ગુનાઓ અંગેની જાણ કંટ્રોલ રૂમને ટેલિફોનથી પણ કરી શકાય છે.

(એફ) કયાંય ટ્રાફિક જામ થઇ જાય તો પણ કંટ્રોલ રૂમને જાણ કરી શકાય છે.

(જી) અસામાજિક પવૃત્તિઓ, દારૂ જુગાર વિગેરે અંગેની માહિતી કંટ્રોલ રૂમને આપી શકાય છે.

પોલીસ નાયબ વહીવટી અધિકારીશ્રીની કચેરીની વિવિધ શાખાઓના સિવિલિયન અધિકારીઓ અને કર્મચારીની ફરજો અને સત્તાઓ:-

નાયબ વહીવટી અધિકારી:-

(એ) જનરલ સુપરવિઝન

(બી) દફ્તર તપાસણી

પત્ર વ્યવહાર શાખા :-

હેડ ક્લાર્ક :-

(એ) પત્ર વ્યવહાર શાખાનું જનરલ સુપરવિઝન

(બી) મહેકમની નવી દરખાસ્તો

(સી) ઇન્સ્પેક્શન નોટની પૂર્તતા

સીબી-૧ સિનિ. ક્લાર્ક :-

(એ) પોલીસ કમિશનરથી પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રીઓના દરજજાના અધિકારીઓની રજા, બઢતી, નિવૃત્તિ, તાલીમ, ઇજાફા, પગાર ફિક્સેશન તેમજ મહેકમને લગતી કામગીરી.

(બી) વાર્ષિક વહીવટી અહેવાલ.

(સી) મંજૂર મહેકમની ફાળવણી તથા મંથલી/ત્રિમાસિક પત્રકો.

(ડી) મહેકમની નવી દરખાસ્ત (દરખાસ્ત તમામ પ્રકારની), તાબાના ઇન્સ્પેક્સન પ્રોગામ નક્કી કરવા.

(ઇ) એલોકેશન/પોલીસ સેટઅપ તથા આઇ કાર્ડ ઇસ્યૂ કરવાની કામગીરી.

સીબી-૨ સિનિ. ક્લાર્ક :-

(એ) બિલ્ડિંગને લગતી કામગીરી,અધિકારી/કર્મચારી કવાર્ટર ફાળવવાની કામગીરી તથા કવાર્ટર ખાલી કરાવવાની કામગીરી.

(બી) કવાર્ટરને લગતા અને જમીનને લગતા દીવાની દાવા,

(સી) કવાર્ટર તથા બિલ્ડિંગોની મરામત અંગેની કામગીરી.

(ડી) ક્રિકેટ ગાઉન્ડ ભાડે આપવાની કામગીરી.

(ઇ) વેલફેર,માતૃ બાળ કલ્યાણ કેન્દ્ર, કુટુંબ કલ્યાણ કેન્દ્રને લગતી તમામ કામગીરી.

સીબી-૩ જુનિ. ક્લાર્ક :-

(એ) એમ.ટી વિભાગને લગતી તમામ કામગીરી

(બી) સિવિલિયન એસ્ટાબ્લિશમેન્ટને લગતી તમામ કામગીરી.

(સી) સિવિલિયન અધિકારી/કર્મચારીઓને ત્રિમાસિક સ્ટાફ મિટિંગ

(ડી) સિવિલિયન શાખાઓમાં ફરજ બજાવતા અધિકારી તથા કર્મચારીને થતી વિવિધ પ્રકારની કામગીરી.

સીબી-૪ જુનિ. ક્લાર્ક :-

(એ) પાસપોર્ટ કલેક્શનની કામગીરી.

(બી) લાઇટ બિલ, ટેલિફોન બિલ, અશ્વોનાં રાશન બિલો, ડોગ સ્કવોડનાં રાશન બિલો, નાલબંધી બિલો તથા સરકારી મકાનમાં વેરા બિલો અને તેને લગતી કામગીરીઓ.

(સી) ઇ.પી.બી.એક્સ, બોમ્બ સ્કવોડ સાધનો જાળવણી તથા ફેક્સ સર્વિસ રેઇટ કોન્ટ્રાક્ટ કામગીરી.

(ડી) પોલીસ કર્મચારીઓના યુનિફોર્મ તથા આર્ટિકલ તેમજ આ બાબતે જરૂરિયાત મુજબ માગવાની કામગીરી તથા પરચુરણ જરૂરિયાત મુજબની ખરીદી કરવાની કામગીરી.

(ઇ) ડોગ-અશ્વોની મહેકમની કામગીરી તથા સરકારી સર્વિસ રિવોલ્વર ઇસ્યૂ કરવાની કામગીરી

સીબી-પ જુનિ. ક્લાર્ક :-

(એ) દાદ ફરિયાદ રાજ્ય કક્ષા/જિલ્લા કક્ષાની, જિલ્લા સંકલન ફરિયાદ સમિતિની મિટિંગ તથા જિલ્લા ન્યાય સમિતિની બેઠક.

(બી) રહેમરાહે નોકરી અંગેની દરખાસ્ત. વર્ગ ૩ તથા ૪

(સી) કેદીની વહેલી જેલમુક્તિ,જેલ સલાહકાર વિ. મિટિંગ તથા કેદી પેરોલ.

(ડી) કોમ્પ્યુટરને લગતી સાધન સામગ્રી, વાયરલેસ સાધન સામગ્રી તથા સ્પોટર્સ લગતી તથા તેમની ખરીદી બાબતે.

(ઇ) ૧પ ઓગસ્ટ અને ર૬ જાન્યુઆરી પરેડ પ્રોગ્રામ.

શીટ શાખા :-

હેડ ક્લાર્ક :-

(એ) શીટ શાખાનું જનરલ સુપરવિઝન

શીટ-૧ સિનિ. ક્લાર્ક :-

(એ) એ.એસ.આઇ./હે.કો./પો.કો ના મહેકમ, બદલી બઢતી,હેન્ડ રજિસ્ટર, રોસ્ટર રજિસ્ટર, ગેડેશનોલ પસિદ્ધ કરવા તેનો પત્ર વ્યવહાર તથા પત્રકો મોકલવાની કામગીરી

(બી) ઉચ્ચતર પગાર ધોરણ, નવી ઉપસ્થિત થનાર પગાર બાંધણી કામગીરી.

(સી) પ્રતિનિયુક્તિ બાબતનો પત્ર વ્યવહાર, ઓર્ડલી રૂમ, તાલીમ અંગેની કામગીરી.

(ડી) અન્ય જિલ્લેથી આંતર જિલ્લા બદલી બાબતે, પોલીસ કર્મચારીઓના કાયમી કરવા.

(ઇ) અન્ય પરચૂરણ કામગીરી.

શીટ-ર જુનિ. ક્લાર્ક :-

(એ) એ.એસ.આઇ./હે.કો./પો.કો ના નોકરી પત્રકો નિભાવવા અને વ્યવસ્થિત ચકાસણી કરી ગણતરી કરવી, બદલીમાં આવનાર જનાર નોકરી પત્રકો મોકલવા મગાવવા, નોકરી પત્રકમાં પગાર,સજા, ઇનામ વિ. નોંધ, ખાસ પગાર અને અન્ય ભથ્થાં મંજૂર કરવા તથા ઓળખ કાર્ડ આપવા ઉપરોક્ત તમામ પ્રકારની કામગીરીઓ.

(બી) સજામાંથી પુન: નિમણુંક,રજા મંજૂર તથા નિવૃત્તિ કામગીરી.

(સી) પાસપોર્ટ/એન.ઓ.સી. આપવી, સ્થાવર/જંગમ મિલકત ખરીદી મંજૂરી

(ડી) આગાળ અભ્યાસઅર્થે મંજૂરી આપવી.

શીટ-૪ જુનિ. ક્લાર્ક :-

(એ) એ.એસ.આઇ./હે.કો./પો.કો નાં નોકરી પત્રકો નિભાવવા અને વ્યવસ્થિત ચકાસણી કરી ગણતરી કરવી, બદલીમાં આવનાર જનાર નોકરી પત્રકો મોકલવા મગાવવા, નોકરી પત્રકમાં પગાર,સજા, ઇનામ વિ. નોંધ, ખાસ પગાર અને અન્ય ભથ્થાં મંજૂર કરવા તથા ઓળખ કાર્ડ આપવા ઉપરોકત તમામ પ્રકારની કામગીરીઓ.

(બી) સજામાંથી પુન: નિમણુંક,રજા મંજૂર તથા નિવૃત્તિ કામગીરી.

(સી) પાસપોર્ટ/એન.ઓ.સી. આપવી, સ્થાવર/જંગમ મિલકત ખરીદી મંજૂરી

(ડી) આગળ અભ્યાસઅર્થે મંજૂરી આપવી તથા ગેઝેટ પ્રસિદ્ધ કરવાની કામગીરી.

ડી.પી. શાખા :-

સિનિ. ક્લાર્ક :-

(એ) પોલીસ કર્મચારી/અધિકારીઓ વિરૂદ્ધના શિક્ષા અંગેની તમામ કાર્યવાહી-કોર્ટ કેસ સહિતની કામગીરી

જુનિ. ક્લાર્ક :-

(એ) ઉપરોકત કામગીરીમાં મદદનીશ તરીકેની કામગીરી.

હિસાબી શાખા :-

હેડ ક્લાર્ક :-

(એ) હિસાબી શાખાનું જનરલ સુપરવિઝન.

(બી) બઝેટ, ઓડિટ પારા તથા આવક પત્રકની કામગીરી.

કેશીયર, સિનિ. ક્લાર્ક :-

(એ) કેશિયરને લગતી તમામ પ્રકારની કામગીરી.

એબી-ર સિનિ. ક્લાર્ક :-

(એ) એ.એસ.આઇ./હે.કો./પો.કો./ પોલીસ ડિસ્પેન્સરી/ગાર્ડ હે.કો./પો.કો. તથા સફાઇ કામદારની પગાર બિલો તથા પુરવણી બિલોની કામગીરી.

(બી) નિવૃત્ત કર્મચારીઓ એ.એસ.આઇ./હે.કો./પો.કો. જૂથ વિભા તથા પાપ્ત રજાના બિલોની કામગીરી.

(સી) મૃત્યુ સહાય (અવસાન) હુકમ કરી બિલો તથા નિવૃત્તિ બદલીના એલ.પી.સી.નાં બિલો બનાવવાની કામગીરી.

(ડી) એચ.બી.એ./એમ.સી.એ તથા કપાત રજિસ્ટરો નિભાવવાની કામગીરી.

એબી-૩ જુનિ. ક્લાર્ક :-

(એ) પી.એસ.આઇ./સિવિલિયન સ્ટાફ વર્ગ ૩ અને ૪ તથા એડ હોક પગાર બિલો તથા પુરવણી બિલોની કામગીરી.

(બી) મેડિકલ,ઇનામ બિલો બનાવવાની કામગીરી

(સી) પી.એસ.આઇ., સિવિલિયન વર્ગ ૩ અને ૪ ના પ્રાપ્ત રજા જૂથ વિમાનાં બિલો બનાવવા.

(ડી) એલ.પી.સી. ઇસ્યૂ કરવા.

એબી-૪ જુનિ. ક્લાર્ક :-

(એ) ટી.એ, ઉચ્ચક તમામ કન્ટિજન્સી બિલ,હોમગાર્ડ વિ. બિલો બનાવવાની કામગીરી.

એબી-પ જુનિ. ક્લાર્ક

(એ) પોલીસ કમિશનર,નાયબ પોલીસ કમિશનર, મદદનીશ પોલીસ કમિશનર,નાયબ વહીવટી અધિકારી તથા તમામ પોલીસ ઇન્સ.નાં પગાર બિલોની કામગીરી.

(બી) એ.એસ.આઇ./હે.કો./પો.કો./ ના જાહેર રજા પગાર બિલો તથા પુરવણી બિલોની કામગીરી.

(સી) બેંક સંસ્થા, પોલીસ એસ્કરોર્ટ તથા પોલીસ બંદોબસ્તનાં બિલોની કામગીરી.

(ડી) તમામ ગેઝેટેડ અધિકારીના નિવૃત્તિ,જૂથ વીમો તથા પ્રાપ્ત રજાના રોકડમાં રૂપાંતર તથા એલ.પી.સી. ઓને લગતાં બિલોની કામગીરી.

એબી-૬ જુનિ. ક્લાર્ક

(એ) પેન્શન, અનાજ પેશગી તથા તહેવાર પેશગીની કામગીરી.

એબી-૭ જુનિ. ક્લાર્ક

(એ) જી.પી.એફ ને લગતી, જી.પી. એફ. ઉપાડ/પેશગી તથા જી.પી.એફ ફાઇનલ કેસ અંગેની કામગીરી.

(બી) જી.પી.એફ પાસ બુક માં નોંધ કરવી, મકાન પેશગી તથા વાહન પેશગીની કામગીરી.

રજિસ્ટ્રી શાખા :-

સિનિ. ક્લાર્ક :-

(એ) સ્ટેશનરી,પરચૂરણ, તથા લાયબ્રેરી ખરીદી કરવાની કામગીરી.

(બી) સ્ટેશનરી / ફોર્મ્‍સ વિતરણ તથા સ્ટોક જાળવણીની કામગીરી.

(સી) રજિસ્ટ્રી શાખા તથા ટાઇપ શાખાનું સુપરવિઝન.

ઇન્વર્ડ જુનિ. ક્લાર્ક :-

(એ) આવકની ટપાલની નોંધણી.

આઉટ વર્ડ જુનિ. ક્લાર્ક :-

(એ) જાવકની ટપાલની નોંધણી.

ટાઇપિસ્ટ :-

(એ) ટાઇપને લગતી કામગીરી.