હું શોધું છું

હોમ  |

કલ્યાણકારી પ્રવ્રુતિઓ
Rating :  Star Star Star Star Star   

પ્રવૃતિ

·         વોટર આર.ઓ.પ્‍લાન્‍ટઃ-

·પોલીસ હેડ કવાર્ટર ખાતે મોટો આર.ઓ પ્‍લાન્‍ટ નાખી પોલીસ કર્મચારીઓના ફેમીલીને શુધ્‍ધ અને સ્‍વચ્‍છ પાણી ઘરે ઘરે મળતુ રહે તેવી કલ્‍યાણ કારી યોજના અમલમાં મુકેલ છે.

·         ગેસ એજન્સીઃ-
પોલીસ હેડ ક્વાર્ટસ ખાતે પોલીસ પરિવારની સુવિધા માટે ગેસ એજન્સી ચલાવવામાં આવે છે તેનો વહીવટ રી.પો.ઈ.શ્રી ચલાવે છે. અને તેનું સુપરવિઝન એ.સી.પી.શ્રી ઈસ્ટ ને સોંપવામાં આવેલ છે. દર વર્ષેં વાર્ષિક હિસાબો ઓડિટ કરાવી ઓડિટ રિપોર્ટ કરાવી ઓડિટ નોંધ અત્રે મોકલવામાં આવે છે. તેમજ નિર્ણાયક પ્રશ્નો માટે અત્રેથી નિર્ણય લેવામાં આવે છે. ગેસ કનેક્શન પોલીસ,એસ.આર.પી,આર.પી.એફ, વિગેરે ફોર્સ ને આપવામાં આવે છે.

·         માતૃ બાલ કલ્યાણ કેન્દ્રઃ-
પોલીસ હેડ ક્વાર્ટસ ખાતે માતૃ બાલ કલ્યાણ કેન્દ્ર જિલ્લા પંચાયત દ્વારા ચલાવવામાં આવે છે. તેની ઘટતી રકમ વેલફેર ફંડમાંથી આપવામાં આવે છે.

·         બાલ મંદિરઃ-
પોલીસ હેડ ક્વાર્ટસ ખાતે બાલ મંદિર ચલાવવામાં આવે છે. જેમા શિક્ષિકા ને રૂ.પ૦૦/- તથા આયાને રૂ.૩પ૦/- વેતન અત્રેના વેલફેર ફંડમાંથી આપવામાં આવે છે.

·         બાલ ક્રિડાંગણઃ-
પોલીસ હેડ ક્વાર્ટસ ખાતે બાલક્રિડાંગણ બનાવવામાં આવેલ છે. જેમાં બાળકો માટે હીંચકા,લપસિયા,ચકરડી, ઊચક-નીચક જેવાં સાધનો બનાવવામાં આવેલ છે.

·         લાઇબ્રેરીઃ-
પોલીસ હેડ ક્વાર્ટસ ખાતે લાઇબ્રેરી ચલાવવામાં આવે છે. જેમાં અલગ-અલગ વાંચનનાં પુસ્તકો ઉપરાંત દૈનિક ન્યૂઝ પેપર સંદેશ, ગુજરાત સમાચાર, દિવ્ય ભાસ્કર, ફૂલછાબ, જનસત્તા, ટાઈમ્સ ઓફ ઈન્ડિયા, એમ્પ્લોઇમેન્ટ ન્યૂઝ મગાવવામાં આવે છે.

·         અનાજ દળવાની ઘંટીઃ-
પોલીસ હેડ ક્વાર્ટસ ખાતે અનાજ દળવાની ઘંટી આવેલ છે. જે હાલ બંધ છે.(ઈજારેદાર ઉપર વીજળી ચોરીનો કેસ કોર્ટમાં ચાલે છે.)

લોન:-

·         માંદગી લોનઃ-
વેલફેર ફંડમાંથી કર્મચારીઓની માંદગી સબબ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર ચાલતી હોય તેવા કેસમાં વેલફેર ફંડમાંથી માંદગી લોન ર્ડો.શ્રી ના અંદાજિત ખર્ચના સર્ટીના આધારે થનાર ખર્ચના ૮૦ ટકા લોન વધુમાં વધુ રૂ..૧૦૦૦૦૦/- સુધીની લોન અત્રેથી આપવામાં આવે છે. વધુ પેશગી મઘ્યસ્થ ભંડોળમાંથી મંજૂર કરવામાં આવે છે.

·         મંગલસૂત્ર લોન -
કર્મચારી કે તેમનાં સંતાનો માટે લગ્ન પ્રસંગે મંગલસૂત્ર માટે લોન આપવામાં આવે છે. જે પુરુષ કર્મચારી કે પુત્રનાં લગ્ન માટે રૂ.. પ૦૦૦/- સ્ત્રી કર્મચારી કે પુત્રીનાં લગ્ન માટે રૂ.. ૧૦૦૦૦/- ની લોન વાર્ષિક ૧૦ ટકાના વ્યાજથી આપવામાં આવે છે.

·         સિલાઈ મશીન લોનઃ-
કર્મચારીની અરજી આવ્યે ભાવપત્રક ઘ્યાને લઈ વધુમાં વધુ રૂ.ર૦૦૦/- ની લોન આપવામાં આવે છે

સહાય:-

·         ચોગઠા સહાયઃ-
કર્મચારીને દાંતનું ચોગઠું બનાવવાનું થાય તેવા કેસમાં બિલ રજૂ કર્યે રૂ..૧૦૦૦/- ચોગઠા સહાય આપવામાં આવે છે.

·         હિયરિંગ એઈડ સહાયઃ-
કર્મચારી કે તેમના ઉપર આધારિત તેમનાં માતપિતા અને સંતાનોના કેસમાં સાંધળવાનું યંત્ર(શ્રવણયંત્ર) ખરીદ કરી બિલ રજૂ કર્યે રૂ..૧પ૦૦/- હિયરિંગ એઈડ સહાય આપવામાં આવે છે

·         ચશ્માં સહાયઃ-
કર્મચારીને નંબર વાળા ચશ્માં બનાવવાના થાય તેવા કેસમાં નંબરનું પિસ્ક્રિપ્‍સન તથા બિલ રજૂ કર્યે.રૂ.૧પ૦/- ચશ્માં સહાય ચૂકવવામાં આવે છે. દૂર તથા નજીક બન્ને ચશ્માં એકી સાથે (એક ફ્રેમ)માં બનાવવાના થાય ત્યારે  રૂ.૧૮પ/- ચશ્માં સહાય આપવામાં આવેછે.

·         કુટુંબ નિયોજન સહાયઃ-
કર્મચારી કે તેમનાં પત્ની બે બાળકો બાદ કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવે તો રૂ. ૧૦૦/- કુટુંબ નિયોજન સહાય આપવામાં આવે છે.

·         મરણોત્તર સહાયઃ-
કર્મચારીના મૃત્યુ સમયે તેમના વારસદારને કર્મચારીની અંતિમક્રિયા કરવા માટે રૂ.૭પ૦૦/- મરણોત્તર સહાય આપવામાં આવે છે.

·         શિષ્યવૃત્તિ- (સ્થાનિક)
કર્મચારીના સંતાનોને અભ્યાસ માટે નીચે મુજબની ટકાવારી પ્રમાણે શિષ્યવૃત્તિ આપવામાં આવેછે.
ધો. પથી ૭ ૬૦ ટકા કે તેથી વધુ રૂ. ૭પ/-
ધો. ૮થી ૧ર ૬૦ ટકા થી ૬પ સુધી રૂ. ૧પ૦/-
ધો. ૮થી ૧૦ ૬પ કે તેથી વધુ રૂ. ૪પ૦/-
ધો. ૧૧ ૬પ કે તેથી વધુ રૂ. ૬૦૦/-
ધો. ૧ર ૬પ કે તેથી વધુ રૂ.૧૦૦૦/-

·         ઉચ્ચ અભ્યાસ શિષ્યવૃતિઃ-

કર્મચારીનાં સંતાનોને કોલેજ કક્ષાના અભ્યાસક્રમમાં પ૦ ટકા કે તથી વધુ માર્ક્સ માટે મઘ્યસ્થ ભંડોળમાંથી અભ્યાસક્રમ પ્રમાણે શિષ્યવૃત્તિ પુસ્તક સહાય આપવામાં આવે છે.

·         ઈનામ પ્રશંસાપત્રઃ-

કર્મચારીનાં સંતાનોને અભ્યાસ માટે નીચે મુજબની ટકાવારી પ્રમાણે પ્રશંસાપત્ર તથા ઈનામ આપવામાં આવે છે.
ધો. ૧ર ૭પ થી વધુ રૂ. પ૦૧/- ઈનામ તથા પ્રશંસાપત્ર
ધો. ૧૦ ૮૦ થી વધુ રૂ. પ૦૧/- ઈનામ તથા પ્રશંસાપત્ર
કોલેજ કક્ષા ૬પ થી વધુ રૂ. પ૦૧/- ઈનામ તથા પ્રશંસાપત્ર

મેડિકલ કેમ્પ ફંડઃ-

પોલીસ અધિકારી/કર્મચારીના મેડિકલ ચેક-અપ માટે દાતાઓ પાસેથી ફંડ એકત્રિત કરેલ અને રાજકોટ નાગરિક સહકારી બેંકમાં ચાલુ ખાતું ખોલાવવામાં આવેલ છે. જે કેમ્પ પૂર્ણ થતા રૂ. રરપ૭૧૪/- બચત રહેવા પામેલ છે. જે હાલ બેન્કના ખાતામાં જમા છે
 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
ભારતીય પાસપોર્ટ
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
ભારતીય નાગરીકત્વ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર
પોલીસ સેવાઓ
ચોરી અટ્કાવવા
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ

Last updated on 12-07-2012